Aapnu Gujarat
મનોરંજન

એનસીબીએ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની કરી ધરપકડ

સુશાંતસિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ મામલે હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી લીધી છે. આજે ત્રીજા દિવસે પણ રિયાની એનસીબીએ કડક પૂછપરછ હાથ ધરી હતી અને બાદમાં તેને એરેસ્ટ કરી લેવામાં આવી હતી. રિયાનો સૌપ્રથમ મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજે રિયાની તેના ભાઈ શૌવિક અને સેમ્યુલ મિરાંડાની રૂબરૂ બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ રિયા ચક્રવર્તીએ પૂછતાછમાં ૨૫ બોલીવુડ સેલિબ્રિટીઓના નામ લીધા છે જેઓએ ડ્રગ્સનું સેવન કરે છે. ઉલ્લેખનીય છે કે, એનસીબી હવે સુશાંતસિંહના કો સ્ટાર્સને પણ સમન્સ પાઠવે તેવી સંભાવના છે.

Related posts

ગુજરાત કલાવૃંદના કલાકારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

editor

શ્રદ્ધા કપૂરની હસીના ફિલ્મ ૧૮મી ઓગસ્ટે રિલીઝ થશે

aapnugujarat

मैं आज भी अपनी फिल्मों को सोच समझकर चुनता हूं : पंकज त्रिपाठी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1