Aapnu Gujarat
ગુજરાત

આવો જાણીએ આવો કોઈની મદદ કરીએ ગ્રુપ વિશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં અંદાજે ૧૭ હજાર કરતાં પણ વધારે કરીયાણાની કીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આ ગ્રુપ અગ્રેસર રહ્યું હતું.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાને લઇ મહારાષ્ટ્ર સરકારે વર્તમાન સમય માં પણ લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે આ ગ્રુપની સેવા મુંબઈ શહેરમાં લોકો સુધી સેવા પહોંચી રહી છે.
સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાના અંદાજે ૧૩ કરતાં પણ વધારે પરિવાર મુંબરમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાની રોજીરોટી છીનવાઇ ગઇ છે ત્યારે આવો કોઈની મદદ કરીએ ગૃપ દ્વારા મુંબઈના આ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી હતી અને દૈનિક જરૂરિયાત મુજબ તમામ પરિવારને કરીયાણાની કીટ પણ પહોંચાડવા મદદરૂપ આ ગ્રુપ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સાચા અર્થમાં આવો કોઈની મદદ કરીએ ગ્રુપે માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને સાકાર કરી બતાવ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

editor

राहुल गांधी ने गुजरात के बाढ़ग्रस्त इलाके में पीड़ितों से मुलाकात की

aapnugujarat

કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ,આરોગ્ય અને મીડિયાકર્મીને સન્માનીત કરતા પ્રવિણ રામ*હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

editor

Leave a Comment

UA-96247877-1