Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિદેશ જતા મુસાફરોને ૧ જુલાઈથી નહીં ભરવું પડે ડિપાર્ચર કાર્ડ

વિદેશ જતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ૧ જૂલાઇથી ડિપાર્ચર (એમ્બાર્કેશન) કાડ્‌ર્સ ભરવા ફરજિયાત નહીં રહે. વિદેશી બાબતોના મંત્રાલયે ૧૪ જૂનના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એરપોટ્‌ર્સ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાડ્‌ર્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, રેલવે, દરિયાઇ બંદરો અને લેન્ડ ઇમિગ્રેશન ચેકપોસ્ટ્‌સ પર ડિપાર્ચર કાડ્‌ર્સ ભરવાનું ચાલુ રહેશે.આ પગલું એરપોટ્‌ર્સ પર ભારતીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રોસેસને હળવી બનાવવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે.ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના એક સૂત્રએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, “મુસાફરોએ ચેક-ઇન કાઉન્ટર્સ અથવા ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર ઇમિગ્રેશન બ્યુરોએ બહાર પાડેલા ડિપાર્ચર કાડ્‌ર્સમાં વિગતો ભરવામાં સમય વેડફવાની જરૂર નથી. અન્ય સોર્સીઝ દ્વારા મુસાફરોના ક્રેડેન્શિયલ્સ (ઓળખની વિગતો) અને પ્રવાસની વિગતો હવે સિસ્ટમમાં અવેલેબલ છે, તેથી હવે તેના ડુપ્લિકેશનની જરૂર નથી.” વધુમાં, ડિપાર્ચર કાડ્‌ર્સ બંધ કરવા એ પેપરલેસ ટ્રાવેલ (કાગળરહિત મુસાફરી)ને સુનિશ્ચિત કરવા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા અનેકવિધ સુધારાઓનો હિસ્સો પણ છે. અત્યારે, વિદેશની મુસાફરી કરી રહેલા ભારતીય મુસાફરોએ તેમના નામ, જન્મતારીખ, બોર્ડિંગની તારીખ, ફ્લાઇટ અંગેની માહિતી, એડ્રેસ અને મુલાકાતનો હેતુ વગેરે જેવી વિગતો ડિપાર્ચર કાર્ડમાં ભરવી પડે છે. આ કાર્ડને સ્ટેમ્પ કર્યા પછી ઇમિગ્રેશન ઓથોરિટી તેને પોતાની પાસે રાખે છે. આ પહેલા ૨ માર્ચ, ૨૦૧૪ના રોજ સરકારે ભારતીયો માટે અરાઇવલ (ડિસએમ્બાર્કમેન્ટ) કાડ્‌ર્સમાં વિગતો ભરવાનું પણ બંધ કરાવ્યું હતું.

Related posts

लालू यादव ने दिया कांग्रेस में जाने का सुझाव : शत्रुघ्न

aapnugujarat

भारतीय सीमा में घुसा पाकिस्तानी ड्रोन

aapnugujarat

टेरर फंडिंग मामला : NIA ने दिल्ली-श्रीनगर के नौ ठिकानों पर की छापेमारी

editor

Leave a Comment

UA-96247877-1