Aapnu Gujarat
બ્લોગ

સોનું ખરીદવામાં ઉતાવળ ન કરશો

સોનામાં ફરીવાર ગરમાવો આવ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચેનું વાતાવરણ તંગ બનવાના કારણે આ પીળી ધાતુ માટેની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. તાજેતરમાં ડોલરના સંદર્ભમાં જોઈએ તો તેમાં છ વર્ષની ઊંચી સપાટી જોવાઈ છે અને રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો તેમાં ઓલ-ટાઇમ હાઈ સપાટી નોંધાઈ છે. તેથી એક રોકાણકાર તરીકે તમારી વ્યૂહરચના શી હોવી જોઈએ?
પાછલાં ૧૦ વર્ષ દરમિયાન સોનાએ ડોલરના સંદર્ભમાં ચાર ટકા વળતર પેદા કર્યું હતું જ્યારે રૂપિયાના મૂલ્યના સંદર્ભમાં નવ ટકા વળતર જોવાયું હતું. જિયોપોલિટિકલ ટેન્શન ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કાપે પણ સોનાની કિંમતમાં વેગ આપ્યો છે. જિયોપોલિટિકલ ઘટનાઓ સોનામાં વધારા માટે તત્કાળ ટ્રિગર્સ હતી ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલ વ્યાપાર યુદ્ધ, ગ્લોબલ ઇકોનોમિક સ્લોડાઉન તથા અપેક્ષિત રેટ કટ જેવા લાંબા ગાળાના મેક્રોઇકોનોમિક પરિબળો હજુ પણ યથાવત્‌ છે અને તેના કારણે ઘરઆંગણે સોનાની કિંમત કદાચ ૧૦ ગ્રામ દીઠ ૩૬,૦૦૦ની સપાટી સુધી પહોંચી શકે તથા ૨૦૨૦ના અંત સુધીમાં તે ૪૦,૦૦૦ થઈ શકે.
જિયોપોલિટિકલ ટેન્શન તથા વૈશ્વિક વૃદ્ધિની ચિંતાઓના કારણે ડોલરમાં નબળાઈના કારણે સેફ હેવન માંગમાં વધારા સાથે સોનાની કિંમત ઔંસ દીઠ ૧,૫૦૦ ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીને ક્રોસ કરી શકે તથા તેથી આગળ જઈ શકે. જો રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય તો વૈશ્વિક રોકાણકારોની સરખામણીએ ઘરઆંગણાના સોનાના રોકાણકારોને વધારે ફાયદો થઈ શકે. જોકે, આવું કદાચ ટૂંક સમયમાં ના બની શકે તથા અમેરિકન ડોલર ૭૦ના સ્તરની આસપાસ સ્થિર જળવાઈ રહે તેવી અપેક્ષા છે કેમ કે હવે ભારતમાં સ્થિર સરકાર છે. હવે ઘરઆંગણાના રોકાણકારો ફક્ત વૈશ્વિક રોકાણકારોને સમકક્ષ વળતરની અપેક્ષા રાખી શકે.જ્યારે સોનામાં ફંડામેન્ટલ્સ અકબંધ છે ત્યારે નિષ્ણાતો માને છે કે એકાએક ઉછાળા બાદ કદાચ નાનાં કરેક્શન આવી શકે. સોનામાં સતત પાંચ સપ્તાહ સુધારો જોવાયો છે અને તેના કારણે આગામી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક, જી-૨૦ દેશોની બેઠક વગેરે જેવી ઘટનાઓ કરેક્શનને ટ્રિગર કરી શકે. જનરલ માર્કેટની અપેક્ષા એવી છે કે યુએસ ફંડરલ કદાચ તેની આગામી બેઠકમાં ૫૦ બેસિસ પોઇન્ટનો કાપ મૂકી શકે, પરંતુ મને શંકા છે તેથી તે સમયે કેટલુંક પ્રોફિટ બૂકિંગ આવી શકે.
જી-૨૦ દેશોની બેઠકમાં પણ કોઈ જાહેરાતને પગલે કરેક્શન આવી શકે. જ્યારે ડોલર મુખ્ય પ્રેરક બળ છે ત્યારે યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા અન્ય એક એવી ઘટના છે કે જેના પર નજર રહેશે. મજબૂત આંકડા ડોલરને મજબૂત કરશે તથા તેને પગલે સોનામાં પ્રોફિટ બૂકિંગને ટ્રિગર કરશે. જોકે, નિષ્ણાતો કહે છે કે, રોકાણકારોએ આવા કરેક્શનનો ઉપયોગ કરીને સોનામાં વધારે ખરીદી કરવી જોઈએ. હરીશ કહે છે કે, આગામી વીકનેસને માઇલ્ડ કરેક્શન તરીકે જુઓ, ટર્નઅરાઉન્ડ તરીકે નહીં.ભારતીય રોકાણકારોએ ઘરઆંગણાનાં પરિબળો પર એક નજર રાખવી જોઈએ તથા આગામી કેન્દ્રીય બજેટ સૌથી મોટી ઘટના સાબિત થશે. બુલિયન ટ્રેડર્સને આશા છે કે સોના પરની આયાત જકાત ૧૦ ટકા છે તેમાં થોડી રાહત મળી શકે અને તેને કારણે ઘરઆંગણાની કિંમતમાં ઘટાડો થઈ શકે. ઊંચી આયાત જકાતને પગલે સોનાની દાણચોરીમાં વધારો થઈ રહ્યો છે તેથી ઉદ્યોગના ખેલાડીઓ માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે મુંબઈમાં હાજર સોનાની કિંમત આયાતી કિંમતની સરખામણીએ નીચી છે. આઇઆઇએમ અમદાવાદ ખાતે ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટરના વડા સુધીશ નામ્બિયાથે જણાવ્યું હતું કે, સોનાની હાલની હાજર કિંમત આયાતી સોનાના ખર્ચની સરખામણીએ ડિસ્કાઉન્ટ પર છે કેમ કે ગેરકાયદે આયાતમાં વધારો થયો છે. એકવાર કિંમત ઓલટાઇમ હાઈ સ્તર પર જાય પછી સામાન્ય રીતે સોનાના સ્ક્રેપના વેચાણમાં વધારો થાય છે તેના કારણે ટૂંકા ગાળામાં કરેક્શન જોવાય છે.ગોલ્ડ બોન્ડને તેની પાકતી મુદત સુધી જાળવી રાખવામાં આવે તો કર મુક્ત કેપિટલ ગેઇન જેવા ઘણા લાભો ઓફર થાય છે, તેમાં દર વર્ષે ૨.૫ ટકાથી લઈને ૨.૭૫ ટકા વ્યાજનો દર મળે છે. રોકાણકારો તેનો ઉપયોગ લાંબા ગાળાના સોનાના રોકાણ તરીકે કરી શકે. જોકે, અગાઉ કરતાં ઓછું છે, તેમ છતાં તેમાં હાજર ગોલ્ડની સરખામણીએ વાજબી ડિસ્કાઉન્ટ ઓફર થાય છે.
તમે ઇચ્છો તો તમારી પાસે સોનાને ફિઝિકલ ફોર્મમાં રાખી શકો છો અથવા તો પેપર ફોર્મમાં. પેપર ફોર્મમાં સોનું ખરીદવાની બે રીત છે – ગોલ્ડ બોન્ડસ અને ગોલ્ડમાં ટ્રેડ કરનારા મ્યુચ્યુઅલ ફંડસ. જેમાં સૌથી સારું કોણ ? તેનો જવાબ તમારી જરૂરિયાત પર આધાર રાખે છે. તમે ઇચ્છો તેમાં રોકાણ કરી શકો છો.
અમુક સંજોગોમાં કેટલીક વખત તમારે ઉધાર લેવાની જરૂરત પડે છે ત્યારે તમે તમારા સોનાના દાગીના ગીરવે મૂકતા હોવ છો. આથી ગિરવે મૂકવા સોનાના આભૂષણ, સોનાની વીંટી વગેરે ખરીદવું યોગ્ય છે. એ ધ્યાન રહે કે જ્યારે તમે આ ઘરેણાંનું વેચાણ કરો છો એટલે કે તેને વેચો ત્યારે કેપિટલ ગેસ ટેક્સ આપવો પડશે. પરંતુ ગોલ્ડ બોન્ડમાં કેપિટલ ગેંસ ટેક્સ આપવો પડતો નથી અને તેના પર તમને વ્યાજ પણ મળે છે. લાંબા સમયના રોકાણ માટે ગોલ્ડ બોન્ડ ઉત્તમ વિકલ્પ છે. સોનામાં રોકાણ કરવાના ત્રણ પ્રકાર છે. તેના વિશે જાણીએ.આભૂષણ, સિક્કા અથવા બિસ્કીટરૂપે સોનું ખરીદવાની પરંપરાગત પદ્ધતિ. તેને જ્વેલર્સ અથવા અન્ય ખરીદદારને પ્રત્યક્ષ વેચાણ કરી શકાશે. સોનામાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની યૂનિટની ખરીદી કરવી. ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડ ફંડ) યૂનિટસ ડીમેટ ફોર્મમાં રાખવામાં આવે છે અને તેનો સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ થાય છે. સરકાર તરફથી આરબીઆઈ દ્વારા રજૂ કરેલ બોન્ડસમાં રોકાણ કરવું. આ બોન્ડસનું સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ થાય છે.
ગોલ્ડ બોન્ડમાં રોકાણનો પૂર્ણકાળ ૮ વર્ષ સુનિશ્ચિત છે. પાંચ વર્ષ ખતમ થવા પર બોન્ડસ વેચીને રોકાણમાંથી બહાર કાઢવાનો વિકલ્પ પણ છે.સોવેરેન ગોલ્ડ સ્કીમને વધુ આકર્ષક બનાવવા તેમા ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. સ્કીમનો હેતુ લોકોને ફિઝિકલ સોના કરતા બોન્ડમાં રોકાણ કરતા કરવાનો છે. આ સ્કીમમાં હવે સરળતાથી રોકાણ કરી શકાશે.
સોવેરેન ગોલ્ડ સ્કીમ દ્વારા રોકાણકાર પેપર ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. રોકાણકારો કોઇ પણ સમયે આ સ્કીમમાં રોકાણ કરી શકશે.રોકાણની મર્યાદા ૫૦૦ગ્રામ/ વ્યક્તિ, પ્રતિ વર્ષ હતી. હવે વાર્ષિક ૪ કિલોની મર્યાદા નક્કી કરાઇ છે. ગોલ્ડબોન્ડ પર વ્યાજનું વધારાનું વળતર મેળવી શકાશે. સોનાનાં ભાવમાં ફેરફાર પ્રમાણે મેચ્યુરીટી વખતે વળતર મળશે. રોકાણકાર સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રોકાણ કરી શકે છે. એનએસઈ, બીએસઈ અને એજેન્ટ દ્વારા પણ રોકાણ કરી શકાશે.આ બોન્ડની સમયમર્યાદા ૮ વર્ષની છે. ૫ વર્ષ પછી લિક્વિટીનો લાભ પણ લઇ શકાય છે. બોન્ડ પર મળતુ વ્યાજ તમારી આવક ગણાશે જે કરપાત્ર રહેશે. બોન્ડની મેચ્યુરીટી પર થતો કેપિટલ ગેઇન કરમુક્ત રહેશે. જો બોન્ડ મેચ્યુરીટી પહેલા વેચી દેવામાં આવેતો કેપિટલ ગેઇન કરપાત્ર રહેશે. ગોલ્ડ ઇટીએફની સરખામણીએ સોવેરેન ગોલ્ડ બોન્ડ વધુ આકર્ષક. વળતર માટે રોકાણ કરનારા ગોલ્ડ બોન્ડ તરફ વળી રહ્યાં છે. પેપર ગોલ્ડમાં રોકાણ ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં સલાહભર્યું.વિકાસ દરને પ્રોત્સાહન આપવા માટે મોટાભાગના કેન્દ્રીય બેન્ક બજારમાં રોકડની માત્રા વધી શકે છે. અમેરિકન વ્યાજ દરો યથાવત રહી શકે છે અથવા તો તેમાં ઘટાડો રહી શકે છે. જે સોના માટે સારૂ છે. આગામી બે દશકમાં આપણને સોનામાં ૩૦ ટકા રિટર્ન મળવાની અપેક્ષા છે.ભારતીય રિઝર્વ બેન્ક સહિત દુનિયાભરની ઘણી કેન્દ્રીય બેન્કો સોનું ખરીદવામાં સ્પર્ધા કરી રહી છે. આ સાથે વ્યાજ દરો અનુકૂળ રહેવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ મજબૂત થશે. સોનાના ભાવ પ્રતિ ઔંસ ૮૮,૦૨૬ રૂપિયાની હાલની કિંમતની સરખામણીએ ૨૦૨૦ના આખરમાં પ્રતિ ઔંસ ૯૬,૯૩૦ રૂપિયાને આંબે તેવી સંભાવના છે.છેલ્લા ૫-૭ વર્ષમાં સોનાના ભાવમાં કોઈ ખાસ તેજી આવી નથી. છેલ્લા ૫ વર્ષમાં સોના પર રિટર્ન ઘણું ઓછું છે. જો કે, વિશ્લેષકોએ ભાર આપતા કહ્યું કે, ઓછું રિટર્ન બસ એક વિક્ષેપ છે અને અન્ય એસેટ ક્લાસની જેમ સોનાની કિંમતમાં તેજી એક વાર ફરી આવશે. આ રીતે, પોતાના પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવા માટે સોનામાં રોકાણ વધારવું સારી તક આપશે.જો સોનામાં રોકાણ કરવું હોય તો જ્વેલરી ન ખરીદો. કેમ કે, તેના પર મેકિંગ ચાર્જ સામેલ હોય છે, સાથે જ તેની શુદ્ધતા સંબંધિત મુદ્દાઓ તો હોય જ છે. ગોલ્ડ બાર કે સિક્કા સારો વિકલ્પ છે. પરંતુ આની સાથે જ એક એ પણ મુદ્દો છે કે, ખરીદવા અને વેચવા બન્ને સમયે વધુ ટ્રાન્જેક્શન કોસ્ટ આવે છે.પેપર ગોલ્ડ એટલે કે ગોલ્ડ બોન્ડ અને એટીએફ આ બધામાં સારો વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડ એટીએફમાં રોકાણ કરવું જોઈએ. જો કે, ગોલ્ડ બોન્ડમાં લિક્વિડિટી અંગે થોડી સમસ્યા છે, એટલા માટે ફક્ત એવા રોકાણકારો માટે અનુકૂળ છે, જે તેને મેચ્યોરિટી સુધી રાખવા તૈયાર હોય. લિક્વિડિટીના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવે તો ગોલ્ડ બોન્ડમાં રોકાણના ઘણાં ફાયદા છે. મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી કેપિટલ ગેઈન, એસેટ મેનેજમેન્ટ ફી નથી અને અમુક વ્યાજ મળે છે. સોનામાં લાંબા સમય સુધી રોકાણ કરવા માટે ગોલ્ડ બોન્ડ સારો વિકલ્પ છે.સોનામાં રોકાણ કરતા રોકાણકારોએ નક્કી કરી લેવું જોઈએ કે, તેમણે લાંબા સમય માટે રોકાણ કર્યું છે. સોનાના રોકાણકારોની દ્રષ્ટી દીર્ધકાલિન રોકાણ હોવું જોઈએ, કેમ કે સોનાના ભાવ તેજીથી વધે છે અને એક જ તેજીમાં તમને મોટો ફાયદો થાય છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (સીઆઈપી)માં મળતા રિટર્ન જો કે મધ્યમ સમયગાળામાં સોના પર ભારે પડે છે.સરકાર દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડના આ ચતુર્થ ઈશ્યૂની તારીખો જાહેર થતાં સામાન્ય લોકો બોન્ડમાં રોકાણ કરવા આગળ આવી રહ્યા છે. આ ઈશ્યૂમાં એક યુનિટ ૨ ગ્રામને બદલે ૧ ગ્રામનું કરવામાં આવ્યું હોવાથી ઘણાં ઈન્વેસ્ટરો તથા ઘણા લોકો આ બોન્ડ તરફ વધુ આકર્ષાશે અને સોનાના બોન્ડમાં વધુ રોકાણ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
પ્રથમ દિવસે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં લગભગ ૮.૫૭ કરોડ રૂપિયાની ૨૭,૪૭૫ ગ્રામ સોનાની બીડ આવતા બેંકોમાં તથા પોસ્ટ ઓફિસમાં લોકોની એપ્લિકેશનનો ધસારો જોવા મળે છે. સરકારે એક યુનિટ સોનાના બોન્ડનો ભાવ રૂ. ૩૧૧૭નો પ્રતિ ગ્રામનો રાખ્યો છે.
રોકાણકારોએ પ્રથમ ત્રણ તબક્કામાં ૪.૯ ટન સોનું સોવરેન ગોલ્ડ બોન્ડમાં રૂ. ૧૩૧૮ કરોડનું રોકાણ કર્યું છે. પ્રથમ તબક્કામાં સોવરેન ગોલ્ડ બોન્ડનો ભાવ રૂ. ૨૬૮૪ પ્રતિ ગ્રામ ઠરાવવામાં આવ્યો ત્યારે હાલમાં બીએસઈમાં બોન્ડનો ભાવ રૂ. ૩૨૫૦ પ્રતિ ગ્રામ ક્વોટ થાય છે.
ભારતના ગોલ્ડ ટ્રેડેડ ફંડોમાં ૨૨ ટન સોનું તેના શેર સામે અનામત જથ્તા તરીકે સેફ-ડિપોઝિટમાં રાખવામાં આવ્યું છે. જ્યારે સરકારે આ નવા સોવરેન ગોલ્ડ બોન્ડની યોજના દાખલ કરી છે ત્યારે આ ૨૨ ટકા વણવપરાયેલ સોનાને બજારમાં નિકાસકારો અથવા મેન્યુફેક્ચરોને લોન લીઝ પર આપે તો તેના પર નવી ઈન્કમ મળે, પરંતુ આ ઈટીએફનું અનામત સોનાને શેરધારકો રોકાણકારોને કોલેટરલ ગેરેંટીરૂપે સ્ટોકમાં રાખેલ હોવાથી વધુ વિશ્વાસ ઊભો થાય છે ઇને ઈટીએફની વિશ્વસનીયતા વધે છે તેથી નવી ઈન્કમની લાલચને રોકવી યોગ્ય ગણાશે. અહીં રસપ્રદ નોંધ કરવી છે કે, આપણા ગુજરાતી વરિષ્ઠ પત્રકાર રાજેશ ભાયાણીએ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આ સોવરેન ગોલ્ડ બોન્ડના પ્રથમ તબક્કે શેરબજારમાં બોન્ડના શેરના ભાવોનો રૂ. ૩૪૦૦ પ્રતિ ગ્રામનો ઉલ્લેખ કરીને જાણ કરતાં રોકાણકારોને સટ્ટાકીય રમત રમવા માટે નવી માહિતી મળતા સટોડિયાઓએ એક યુનિટ સોનાનું પુષ્કળ વેચાણ કરતા સાંજના બજાર બંધના સમયે તે ભાવ ઘટીને રૂ. ૩૨૫૦ પ્રતિ ગ્રામ ક્વોટ થવા લાગેલ અને જે પ્રીમિયમ રૂ. ૨૮૧ પ્રતિ ગ્રામ બોલાતું હતું તે ઘટીને રૂ. ૧૫૦ પ્રતિ ગ્રામ બોલાવા લાગેલ. સરકારે આ ચતુર્થ સોવરેન ગોલ્ડ બોન્ડનો ભાવ રૂ. ૩૧૧૯ પ્રતિ ગ્રામ નિર્ધારિત કર્યો છે.
આ સરકાર નિર્ધારિત ભાવો, શેરબજારના ભાવો, જૂના ઈશ્યૂ થયેલા બોન્ડના ભાવો તથા સ્થાનિક બજારમાં ડિસ્કાઉન્ટમાં મળતા સ્પોટ સોનાના ભાવો વચ્ચેનો ભાવફરક વેપારીઓને તથા રોકાણકારોને ૨.૭૫ ટકા વ્યાજ કમાવા ઉપરાંત નવી ત્રણ ત્રણ રીતે વધુ કમાણી કરવાની તક આપે છે. તો આવો આપણે આ તકોનું અવલોકન કરીએ :
(૧) જો તમારી પાસે પ્રથમ ઈશ્યૂના સોવરેન ગોલ્ડ બોન્ડ પડયા હોય તો તમો આજના ભાવે શોર્ટ ટર્મરૂપે આ બોન્ડને રૂ. ૩૨૫૦ના ભાવે વેચીને રૂ. ૨૬૮૪ના ભાવે ખરીદેલા બોન્ડમાં નફો તારવીને ચતુર્થ ઈશ્યૂમાં ભાવે મળી એપ્લિકેશન કરીને નફો ઘરે લઈ જઈ શકો છો. દાખલા તરીકે :
રૂ. ૩૨૫૦ – રૂ. ૨૬૮૪ = રૂ. ૫૬૬નો નફો લઈને તેના પર ૩૦ ટકા કેપિટલ ગેઈન ટેક્સ રૂ. ૧૯૦ના ભરીને તમો કુલ રૂ. ૫૬૬ – રૂ. ૧૯૦ = રૂ. ૩૯૬ ચોખ્ખો નફો તારવીને નવા રૂ. ૩૧૧૯ પ્રતિ ગ્રામના યુનિટને ખરીદીને સોના સામે સોનું રાખી શકો છો અને ઉપરાંત તમોને પ્રથમ ઈશ્યૂના ૨.૭૫ ટકા વ્યાજનો લાભ તો મળે જ!
(૨) આ ચતુર્થ ઈશ્યૂના બોન્ડ ખરીદીને શેરબજારમાં વેચાણ કરીને તમો રૂ. ૩૨૫૦ – રૂ. ૩૧૧૯-૦૦ = રૂ. ૧૩૧ પ્રતિ યુનિટ કમાણી કરી શકો છો. તમો જેટલા વધુ યુનિટોમાં રોકાણ કરીને શેરબજારમાં વેચાણ કરીને ટૂંકા ગાળાનો નફો તારવી શકો છો.
(૩) બજારમાં હાજર સોનાનો ભાવ ડિસ્કાઉન્ટમાં રૂ. ૩૦૬૦૦ પ્રતિ દસ ગ્રામનો ક્વોટ થાય છે. તમો ખુલ્લા બજારમાંથી ૧ ગ્રામ સોનું ખરીદીને શેરબજારમાં યુનિટ શેરનું વેચાણ કરો તો તમો રૂ. ૩૨૫૦ – રૂ. ૩૦૬૦ = રૂ. ૧૯૦ પ્રતિ ગ્રામ યુનિટનો નફો કરી શકો છો.
આમ તમો તમારા રોકાણકારોને કશી સટ્ટાકીય રમત રમ્યા વિના સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને નફો તારવી શકો છો ! તો આપણે નવા સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને દેશમાં વધતી જતી સોનાની આયાત ઘટાડવા મદદરૂપ બનીએ સોનાની આયાતને બ્રેક લગાડી શકીશું ?
તા. ૩ (૧) જૂન માસમાં સ્થાનિક તથા વૈશ્વિક સોનાના ભાવોમાં મોટો તફાવત હોવાને કારણે માત્ર ૨૩ ટન સોનાની આયાત નોંધાઈ છે અને ૧૩ ટન સોનાના દાગીનાની નિકાસ થઈ છે. દાણચોરીથી આવનાર સોનાએ સોનાની આયાતને ફટકો લગાડયો છે.
(૨) સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારને પાકતી મુદતે બોન્ડ રિડમ્પ્શન કરતા કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ-માફી મળે છે. તે પણ રોકાણકારોને માટે લાભદાયક છે.
(૩) તમો સોવરેન ગોલ્ડ બોન્ડની એપ્લિકેશન કરો અને જ્યાં સુધી તમોને સોવરેન ગોલ્ડ બોન્ડ યુનિટનું સર્ટિફિકેટની ડિલિવરી મળે ત્યાં સુધીના સમયનું ૪ ટકા લેખે વ્યાજ મળશે તેવી જોગવાઈ કરાઈ છે તે તમારી જાણ માટે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસના રાજકારણનું અધઃપતન

aapnugujarat

देश की चाबी अदालत के हाथ

aapnugujarat

करोडो युवा बेकार, महिलाए असुरक्षित, महंगाई की मार भारी, लेकिन हम धर्म के नाम पर नागरिकता देंगे……!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1