બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ હાલના દિવસોમાં પોતાની રજૂ થવા જઇ રહેલી ગેસ્ટ ઇન લંડનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૬મી જુનના દિવસે જ રજૂ કરવામાં આવનાર છે. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી. પહેલા તેને લાગતુ હતુ કે પુજા ભટ્ટ સારી અભિનેત્રી છે. પરંતુ આલિયા સ્ટાર પણ છે અને અભિનેત્રી પણ છે. તે આલિયા ભટ્ટની કોઇ ફિલ્મ છોડતી નથી. કૃતિનુ કહેવુ છે કે તે આલિયાની ફિલ્મ પ્રથમ દિવસે પ્રથમ શોમાં જોઇ કાઢે છે. દીપિકા અંગે વાત કરતા તે કહે છે કે તે શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે ખુબ કુશળ પ્રોફેશનલ સ્ટાર છે. દીપિકાની ફિલ્મ ત્રીપલ એક્સના પ્રમોશન વેળા કૃતિ દીપિકાને મળી હતી.
સ્ટાર અભિનેત્રી દીપિકાને પ્રથમ વખત કૃતિ એ વખતે મળી હતી જ્યારે તે ૧૨ વર્ષની હતી. દીપિકા એ વખતે ૧૬ વર્ષની આસપાસ હતી. એક જાહેરાત માટે બન્ને ઓડીશનના ભાગરૂપે પહોંચી હતી. જાહેરાતમાં તે તેની નાની બહેનના રોલમાં દેખાનાર હતી. જો કે કોઇ કારણસર આ જાહેરાત બની ન હતી. દીપિકા હાલમાં પોતાની મહત્વકાક્ષી ફિલ્મ પદ્માવતિને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ અને શાહિદ કપુરની ભૂમિકા છે. શાહિદ મોટી ફિલ્મ કરી રહ્યો છે.
પાછલી પોસ્ટ