Aapnu Gujarat
Uncategorized

વેરાવળ સ્થિત ૪.૨૫ કરોડના ખર્ચે અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

ગીર સોમનાથ તા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૦ જૂનના રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. વિધુતનગર બસ સ્ટેન્ડ વેરાવળ સ્થિત રૂા.૪.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું તા.૧૦-૬-૧૯ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરી લોકોના ઉપયોગ માટે સમર્પિત કરશે. અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વીર સાવકર સ્વીમીંગ પુલ,બેડમીન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, જીમ અને યોગા તેમજ ઈન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં પહેલું અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવેલ છે. લોકોને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળવાની સાથે લોકોની સુવિધામા પણ વધારો થયો છે. સ્વીમીંગ પુલ સહિત આ અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લોકોને રમતગમતની ૬ જેટલી સુવિધાઓ નજીવી ફી ના ધોરણે આપવામાં આવશે. તેમજ લેડીઝ અને જેન્સ માટેનો સમય અલગ-અલગ રહેશે.
વેરાવળ નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી અને ચીફ ઓફિસર જતીન મહેતાની ઉપસ્થિતિમાં અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પુર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ફોફંડી, સહાયક માહિતી નિયામકશ્રી એસ.કે.પરમાર,અગ્રણી જયદેવ જાની, તેમજ પત્રકારો સહભાગી થયા હતા.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

કરોડોના ખર્ચે બનાવેલી ચોપાટી ને ફરી નુકશાન, બે-બે કલેકટર બદલાયા છતાં કામ બાકી

editor

રાવલ ડેમથી દીવ પહોંચતા પાણીની બેફામ ચોરી

editor

કોડીનાર તાલુકાના અરણેજ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૩૫૭૩ પ્રશ્ર્નોનો નિકાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1