Aapnu Gujarat
બિઝનેસ

આઈકિયા, હેનીઝ એન્ડ મોરિટ્‌ઝ જેવા રીટેલ સ્ટોર્સમાંથી પણ પેટ્રોલ, ડિઝલ ખરીદવાની સુવિધા મળશે

ભારતમાં ગ્રાહકોને ટૂંક સમયમાં જ આઈકિયા, હેનીઝ એન્ડ મોરિટ્‌ઝ કે અન્ય જનરલ રીટેલ સ્ટોર્સમાંથી પણ પેટ્રોલ અને ડિઝલ ખરીદવાની સુવિધા પ્રાપ્ત થાય એવી શક્યતા છે. આઈકિયા હોમ ફર્નિશિંગ બિઝનેસની જાણીતી કંપની છે, જ્યારે હેનીઝ એન્ડ મોરિટ્‌ઝ આંતરરાષ્ટ્રીય સ્તરની ફેશન રીટેલર કંપની છે.ગઈ ૧ એપ્રિલના દિવસ સુધીમાં ભારતમાં, ૬૪,૬૨૪ ફ્યુઅલ રીટેલ આઉટલેટ્‌સ નોંધાઈ હતી. એમાંની ૫૭,૯૪૪ કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓની છે, ૬,૬૭૩ આઉટલેટ્‌સ રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ, ન્યારા એનર્જી, શેલ ઈન્ડિયા જેવા ખાનગી ઓપરેટર્સની છે.ઓઈલ કંપનીઓ ઉપરાંત અન્ય ક્ષેત્રોની કંપનીઓને પણ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ વેચવાની પરવાનગી આપવી જોઈએ એવા એક પ્રસ્તાવ ઉપર કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જાહેર જનતા પાસેથી કમેન્ટ્‌સ મગાવી છે. જોકે આવી પરવાનગી આપવામાં મિનિમમ નેટ વર્થ નિયમના પાલનની શરત હોવી જોઈએ.
અગાઉ એવી શરત રાખવાનું સૂચન કરાયું હતું ભારતમાં ઈંધણની રીટેલ આઉટલેટ્‌સ શરૂ કરવાની કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ વેચવાની પરવાનગી માત્ર એવી ખાનગી કંપનીઓને જ આપવી જોઈએ જેમની રૂ. ૨૦૦૦ કરોડના ઈન્વેસ્ટમેન્ટવાળી પોતાની કંપની હોય અને રીફાઈનરીઝ ઓપરેટ કરતી હોય અથવા વાર્ષિક સ્તરે જેઓ ઓછામાં ઓછા ૩ કરોડ ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતી હોય. પરંતુ, એક એક્સપર્ટ કમિટીએ સરકારને સુપરત કરેલા અહેવાલમાં એવું સૂચવ્યું હતું કે આ શરતને પડતી મૂકવી જોઈએ.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઓટો ફ્યુઅલના ભાવ નિયંત્રણ-મુક્ત કરી દીધા છે. તે છતાં ફ્યુઅલ રીટેલ આઉટલેટ્‌સ શરૂ કરવામાં ભારતીય કે વિદેશી ખાનગી ઓઈલ કંપનીઓએ ઓછો રસ બતાવ્યો છે એટલે ઓઈલ સેક્ટર સિવાયની કંપનીઓને પણ આવી પરવાનગી આપવી જોઈએ એવી હિલચાલ શરૂ થઈ છે.અમેરિકા, બ્રિટન તથા યુરોપના અન્ય દેશોમાં સરકારોએ ઓઈલ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રોની કંપનીઓને પણ ફ્યુઅલ રીટેલ આઉટલેટ્‌સ શરૂ કરવાની પરવાનગી આપવાનું ક્યારનું શરૂ કરી દીધું છે.ભારતમાં, ટોરેન્ટ, ટોટલ અને ટ્રેફિગ્યુરા જેવી કંપનીઓએ ફ્યુઅલ રીટેલ આઉટલેટ્‌સ શરૂ કરવામાં રસ બતાવ્યો છે.

Related posts

FPI के प्रतिनिधियों के साथ जल्द बैठक करेंगे आर्थिक मामलों के सचिव : सरकार

aapnugujarat

કોલગેટ દ્વારા ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની કિંમતમાં ૯ ટકા ઘટાડો

aapnugujarat

સેંસેક્સમાં ૧૦૭ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1