Aapnu Gujarat
બિઝનેસ

વધતી ગરમી વચ્ચે એસી અને ફ્રીજનાં વેચાણમાં જંગી વધારો

ગરમી માટે ખાસ પ્રોડક્ટસ બનાવનાર કંપનીઓના વેચાણમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વધતા જતા તાપમાનના કારણે એસી, ફ્રીજ, આઇસક્રીમ અને કોલ્ડડ્રીન્ક્સનાં વેચાણમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આ તમામ ચીજોનું વેચાણ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધારે રહ્યુ છે. વેચાણ બે આંકડામાં વધી ગયુ છે. એપ્રિલના ઇન્ડસ્ટ્રીઝ ડેટા મુજબ એસીના વેચાણમાં ૧૫ ટકાનો વધારો થયો છે જ્યારે ફ્રીજના વેચાણમાં ૮ ટકાનો વધારો થયો છેય. જ્યુસ અને આઇસક્રીમના વેચાણમાં ૧૫-૧૮ ટકા સુધીનો વધારો થયો છે. પેક્ડ લસ્સી અને મિલ્કશેક તેમજ છાશનાં વેચાણમાં પણ વધારો થયો છે. આ તમામ ચીજોના વેચાણમાં ૩૦ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થયો છે. છેલ્લા વર્ષે ગરમીની સિઝનમાં એસી, ફ્રીજ અને જ્યુસ અને કોલ્ડડ્રિન્કસના વેચાણમાં ક્રમશ ૨ટકા, ૫ ટકા, તેમજ ૧૦-૧૪ ટકા સુધીનો વધારો થયો છે. વધતી જતી ગરમીના કારણે એપ્રિલ-જુનના ગાળામાં વોલ્યુમ ગ્રોથમાં ઉલ્લેખનીય વધારો થયો છે. તાતા ગ્રુપની કંપની અને એસી સેંગમેન્ટમાં માર્કેટ લીડર વોલ્ટાસે કહ્યુ છે કે માર્કેટમાં હાલમાં જોરદાર માંગ જોવા મળી રહી છે. દક્ષિણ અને મધ્ય ભારતમાં સૌથી વધારે વેચાણ થયુ છે. અમને સેકન્ડરી સેલમાં બે આંકડામાં વધારો મળ્યો છે. આ વધારો હાલમાં જારી રહી શકે છે. વર્ષ ૨૦૧૭માં નોટબંધીના કારણે એસી-ફ્રીજના વેચાણમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. જો કે હવે સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં સમય સમય પર વરસાદ પણ થયો છે.
માર્કેટ રિસર્ચ કંપની નેલ્સનના કહેવા મુજબ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯માં વોલ્યુમ ગ્રોથ ૯.૪ ટા રહ્યો છે. આનાથી કારોબારીઓ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. ગરમીથી હાલમાં કોઇ રાહત મળવાની શક્યતા ઓછી છે ત્યારે વેચાણ વધી શકે છે.

Related posts

સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ સુધરી ૩૨૯૪૯ની ઉંચી સપાટીએ

aapnugujarat

વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં ગુજરાત અગ્રેસર

aapnugujarat

वित्त मंत्रालय ने हर महीने 1.1 लाख करोड़ रुपए GST संग्रह का लक्ष्य रखा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1