Aapnu Gujarat
રમતગમત

આઈસીસી રેંકિંગ : ભારત ટેસ્ટ મેચમાં પ્રથમ ક્રમાંકે

આઈસીસી રેંકિંગની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને ઇંગ્લેન્ડ આઈસીસી રેંકિંગમાં ક્રમશઃ ટેસ્ટ અને વનડેમાં પ્રથમ સ્થાન પર રહ્યા છે. આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલા રેંકિંગમાં અપડેટ ૨૦૧૫-૧૬ની સિરિઝ પરિણામોને દૂર કરવામાં આવ્યા બાદ કરવામાં આવ્યા હતા. ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના પરિણામના ૫૦ ટકા પોઇન્ટ સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ વર્લ્ડકપમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે ત્યારે ઇંગ્લેન્ડ વનડેમાં પ્રથમ સ્થાન ઉપર છે પરંતુ ભારત આ દેશથી અંતરને ઓછા કરવામાં સફળ રહ્યું છે. ભારતથી ઇંગ્લેન્ડ માત્ર બે પોઇન્ટ આગળ છે. ટેસ્ટ રેંકિંગની વાત કરવામાં આવે તો ભારત અને બીજા સ્થાન પર રહેલા ન્યુઝીલેન્ડ વચ્ચે અંતર આઠથી માત્ર બે પોઇન્ટ છે.
અપટેડથી પહેલા ભારતના ૧૧૬ પોઇન્ટ હતા જ્યારે ન્યુઝીલેન્ડના ૧૦૮ પોઇન્ટ હતા પરંતુ વિરાટ કોહલીની ટીમ દક્ષિણ આફ્રિકામાં ૦-૨થી હારી ગઈ હતી. શ્રીલંકા પર ૨-૧થી જીત થઇ હતી. પોઇન્ટ ટેબલના સ્થાનમાં ફેરફાર થયા છે. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર રહી છે. વર્લ્ડકપમાં ટોપ રેંકિંગ તરીકે મેદાનમાં ઉતરતા પહેલા આગામી એકમાત્ર વનડે મેચમાં આયર્લેન્ડને હાર આપવી પડશે ત્યારબાદ પાકિસ્તાનને ઘરઆંગણે શ્રેણીમાં ૩-૨થી હાર આપવી પડશે. ત્યારબાદ તે આયર્લેન્ડથી હારી જશે તો તેને પાકિસ્તાનને ૪-૧થી હાર આપવી પડશે. દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ત્રીજા સ્થાનથી દૂર કરવામાં સફળતા મેળવી છે. અન્ય ફેરફારમાં વિન્ડિઝની ટીમ શ્રીલંકાથી આગળ નિકળીને સાતમાં સ્થાને પહોંચી છે. કોઇપણ ટીમ ટોપ ૧૦માંથી બહાર રહી નથી.

Related posts

सेमीफाइनल से पहले फिट हो सकते हैं धवन : विराट

aapnugujarat

एंडरसन, ब्रॉड के साथ खेलना सौभाग्य की बात : रूट

editor

कोचों और तकनीकी अधिकारियों के लिए कार्यशाला आयोजित करेगा AHF

editor

Leave a Comment

UA-96247877-1