Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવકના અપહરણ કેસમાં કોર્પોરટર દિનેશ દેસાઇ પર ગંભીર આક્ષેપ

શહેરના ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના કેસમાં હવે સીસીટીવી ફુટેજ સામે આવતાં સમગ્ર પ્રકરણમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો સાથે સાથે આ સમગ્ર કેસમાં હવે ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવતાં અને અપહ્યુત યુવક તેમ જ તેના પરિવારજનો દ્વારા ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઇની સીધી સંડોવણીનો ગંભીર આરોપ લગાવતાં સમગ્ર કેસમાં હવે રાજકારણ પણ ગરમાયું છે. જો કે, પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રાજેશ પટેલ નામના યુવાનનું ૪ લોકોએ ગાડીમાં અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા અને તેને જોરદાર રીતે ઢોર માર માર્યો હતો. આ યુવાનનું ગઈકાલે દિન દહાડે અપહરણ કરી ગાડીમાં બેસાડી લઈ જતા સીસીટીવી ફુટેજ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. મહેસાણા ખાતે જ્યાં તેને એક બંગલામાં ગોંધી રાખી ચપ્પાં વડે હુમલો કરાયો હતો અને બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં ઓગણજ સર્કલ પર ફેંકી દેવાયો હતો. જે અંગે પરિવારજનોએ ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર કિડનેપિંગનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે જ્યારે અપહરણ થયું હતું ત્યારે યુવાનના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદમાં કોઇ પણ આરોપીનું નામ લખાવ્યું નહતુ, જ્યારે મીડિયા સમક્ષ સ્થાનિક કોર્પોરેટરે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજેશ પટેલની બહેન મિત્તલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે દિનેશ દેસાઈ નામના કોર્પોરેટરે મારા ભાઈનું અપહરણ કરાવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં અપહરણ કરતા દેખાય છે. સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેથી ક્રેટા કારમાં મારા ભાઈનું અપહરણ કર્યું હતું. અને આગળ જઈને તેને આઈ-૨૦ કારમાં બેસાડી મહેસાણા લઈ ગયા હતા. તે સમયે કારમાં દિનેશ દેસાઈ પણ હાજર હતો. ભાઈને આંખે પાટા બાંધી દીધા હતા. મોઢામાં લાકડી મુકી હતી. તેને દોરડા સાથે ઉંધો લટકાવી ચપ્પાના ઘા માર્યા હતા. અને તેના હાથ-પગ ભાગી નાખ્યા હતા. દિનેશ દેસાઈ સાથે મારા ભાઈની કોઈ દુશ્મની કે અદાવત નથી. મારા ભાઈ સાથે દિનેશ દેસાઈ આવું શા માટે કર્યું તે જ અમારે જાણવું છે. આ મામલે પોલીસે પણ અમને સપોર્ટ નથી કરતી. દિનેશ દેસાઈ તરફથી સમગ્ર મામલે સમાધાન કરવા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે. ગોતા ગોદરેજ ગાર્ડન સિટી આકૃતિ એલીગન્સમાં રહેતો રાજેશ મુકેશભાઇ પટેલ(૩૩) નું મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યે કેટલાક માણસો સફેદ ગાડીમાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેના પારસ પાન પાર્લર ખાતેથી અપહરણ કરીને લઇ ગયા હતા. આ પ્રકરણમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, જે ગાડીમાં રાજેશનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટમાં તે કોર્પોરેટર બેઠા હતા. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરી છે. દરમ્યાન રાજેશના પિતરાઇ ભાઇ કેયુર પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેટરના સમાજની એક છોકરીના પ્રેમ પ્રકરણમાં અપહરણ થયું છે, જેમાં રાજેશની સંડોવણી હોવાની શંકા રાખી આ લોકો રાજેશનું અપહરણ કરીને લઇ ગયા હતા. બીજીબાજુ, સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીઆઇ પીબી ચૌહાણે જણાવ્યું હતું કે, અપહરણની જાહેરાત થઇ ત્યારે હું મતદાન મથક પર બંદોબસ્તમાં હતો. તે જ મથક ઉપર તે કોર્પોરેટર મારી સાથે જ હતા. આથી તેમની કોઇ સંડોવણી હોવાનું લાગતું નથી જે ગાડીમાં અપહરણ થયું હતું તે ગાડી કોર્પોરેટરના કૌટુંબિક ભત્રીજાની હોવાનું જાણવા મળ્યું છે. તેમછતાં અમે સમગ્ર મામલાની ઝીણવટભરી અને તટસ્થ તપાસ ચલાવી રહ્યા છીએ.

Related posts

નીતિશ વિશ્વાસઘાતી બની ગયા :લાલુ યાદવ

aapnugujarat

PMC बैंक की स्थिति पर है कड़ी नजर : RBI गवर्नर

aapnugujarat

૩૭૦ પર નિર્ણય બાદ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગરથી અજીત ડોભાલનો રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1