Aapnu Gujarat
શિક્ષણ

ડીપીએસ ઈસ્ટમાં વિશ્વ રંગમંચ દિનની ઉજવણી

વિશ્વ રંગમંચ દિન  પ્રસંગે  પ્રસિધ્ધ ગુજરાતી નાટય કલાકાર શ્રી ઉન્મેશ દિક્ષિતે ડીપીએસ- ઈસ્ટના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનુ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં  તેમણે સંદેશાવ્યવહારમાં રંગમંચ અને પરફોર્મીંગ આર્ટસના મહત્વ  અંગે વાત કરી હતી તથા આ કલાઓ કારકીર્દી માટે કેટલી ફળદાયી નિવડી શકે તેની વિગતો આપી હતી. વિદ્યાર્થીઓને વિવિધ કૌશલ્ય અને રંગમંચ, અભિનય, સ્ક્રીપ્ટ લેખન, ટેલિવિઝન અને ફિલ્મો અંગેની   ટેકનિકલ બાબતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ઉન્મેશ દિક્ષિતે સાથેની બેઠકને કારણે વિદ્યાર્થીઓને રંગમંચની દુનિયા અને નાટકો અંગે તો જાણકારી મળી જ પણ સાથે સાથે વિદ્યાર્થીઓ સર્જનાત્મક રીતે રીતે પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરી શકે તે બાબતે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી.

Related posts

Admission Officers of top US Universities visit DPS Bopal, to apprise students on higher education options

aapnugujarat

બાળકો શાળાએ ગયા નથી તેનું નુકસાન ભવિષ્યમાં પડશે

editor

શાળામાં ફીના નામે ઉઘાડી લૂંટ, ૩૦૦ વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રાખ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1