Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફ્લુના વધુ ૩૧ કેસો સપાટી પર આવ્યા

ગુજરાતમાં સ્વાઈન ફ્લુના આજે વધુ ૩૧ કેસ સપાટી ઉપર આવ્યા હતા. સ્વાઈન ફ્લુથી વધુ એકનું મોત પણ થયું હતું. આની સાથે જ મોતના કેસોની સંખ્યા વધીને સત્તાવારરીતે ૧૨૯ ઉપર પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લુના કારણે નવા કેસો ધુળેટીના પર્વના દિવસે પણ નોંધાયા હતા પરંતુ આ આંકડા રજાના કારણે જાણી શકાયા નથી. બીજી બાજુ આજે શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લુના નવા ૩૧ કેસો નોંધાતા કેસોની સંખ્યા વધીને ૪૪૦૬ ઉપર પહોંચી ગઈ છે. મોટી સંખ્યામાં દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૩૧૬ નોંધાઈ ચુકી છે જે રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી બાજુ આરોગ્ય વિભાગે દાવો કરતા કહ્યું છે કે, રાજ્યમાં આ વર્ષે રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી છે. સાથે સાથે યોગ્ય સારવાર લીધા બાદ ૩૯૩૨ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. આ વર્ષે સૌથી વધારે સ્વાઈન ફ્લુના દર્દી અમદાવાદ મ્યુનિસિપલ ક્ષેત્રમાં નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્રમાં ૧૩૦૦થી વધુ કેસો નોંધાયા છે. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૩૦૦ ઉપર પહોંચી હતી. જ્યારે અમદાવાદમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. આજે નવા ૩૧ કેસની સાથે દર્દીઓની સંખ્યા ૪૪૦૬ થઇ ગયો છે. ગુજરાતમાં આજે પણ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે શુક્રવારના દિવસે વધુ એક વ્યક્તિનાના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૯ ઉપર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુને રોકવાના પગલા હજુ સુધી બિનઅસરકારક દેખાઈ રહ્યા છે.

Related posts

दुबई की ७३ ट्रीप कर महिला १३०० करोड़ का सोना लायी

aapnugujarat

ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું : બેની ધરપકડ

aapnugujarat

त्रिपदा परिवार द्वारा २५ को ५०वीं बाल रथयात्रा निकलेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1