Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં રૂ.૫૦૪ કરોડના વિકાસ કામોને મુખ્યમંત્રી રૂપાણીએ લીલી ઝંડી આપી

જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સમાં ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. વિજય રૂપાણી સહિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ત્રણેય પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે. ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. જે સંસ્થાઓ સૈનિક શાળાઓ માટે મંજૂરી માંગે તેને સરકાર મંજૂરીઓ આપવા તૈયાર છે.ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિજય રૂપાણી સહિત ઉપસ્થિત દરેક લોકોએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં જણાવ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ડિફેન્સ યુથ ફિએસ્ટા મોટો અવસર છે. હુમલાથી દેશ આખામાં ગુસ્સો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સરહદી વિસ્તારને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. વિજય રૂપાણીએ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પરેડને નિહાળી હતી અને બાળકોએ બનાવેલા ૫૦૦ જેટલા પ્રોજેક્ટ નિહાળ્યા હતા.યુવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને હવાઇ સેના, જમીન સેના, દરિયાઇ સેના કંઇ રીતે કાર્ય કરે તે જોવા અને જાણવા મળે તે માટે ‘નો યોર ડિફેન્સ ફોર્સ’ થીમ પર આગામી ૨૪ થી ૨૭મી ફેબ્રુઆરી સુધી ‘ડિફેન્સ યૂથ ફિએસ્ટા-૨૦૧૯’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકોએ આર્મી અને બોર્ડરના પ્રોજેક્ટ બનાવ્યા છે. ડિફેન્સ યુથ ફિએસ્ટામાં ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી.ના સહયોગથી વિવિધ પ્રોજેક્ટો દ્વારા મુલાકાતીઓને આર્મી કંઇ રીતે કામ કરે છે તે જોવા અને જાણવા મળશે.
તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વાઘા બોર્ડર પરેડ રેપ્લિકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલમાર્ચ, નેવીની ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન તથા બીએસએફ દ્વારા મોકડ્રીલ અને ભાંગડા જેવા આકર્ષણો પણ અહીં લાવવા આયોજન કરવામાં આવ્યું છે.રૂપાણીએ ૩ વાગે ૧૫૦ ફુટ રિંગ રોડ ખાતેના સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ૩૫.૨૨ કરોડના ખર્ચે રૈયા ચોકડીએ નિર્માણ થયેલા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. નાગરિક બેંકથી નાણાવટી ચોક સુધી ૬૨૨ મીટર લાંબા ઓવરબ્રિજથી ટ્રાફિસ સમસ્યાનો હલ થશે. રૂ. ૪૧.૫૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં-૪ ડીમાર્ટ પાછળના નિર્મિત ૬૧૬ આવાસોનું, સિવિલ હોસ્પીટલ ખાતે નવનિર્મિત રેનબસેરાનું લોકાર્પણ તથા રૂ.૨.૮૨ કરોડના ખર્ચે ૧૪ ક્યુબીક મીટર કેપેસીટીના ૧૦ નંગ ડમ્પરનું લોકાર્પણ કર્યું હતું.

Related posts

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ૫૦,૦૦૦ ગુણીની મગફળીની બમ્પર આવક

editor

અમદાવાદની એલ.જી.હોસ્પિટલનાં તબીબોએ યુવકનાં ગળામાં ફસાયેલું ગ્રાઈન્ડર મશીન કાઢી જીવ બચાવ્યો

aapnugujarat

ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગેંગના સભ્યોને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા પોલીસ

editor

Leave a Comment

UA-96247877-1