Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રાહત પેકેજની ઇમરાન ખાન આઇએમએફ સામે માંગ કરશે

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન રાહત (બેલઆઉટ) પેકેજની શરતો પર ચર્ચા કરવા માટે રવિવારે દુબઇમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડ સાથે મુલાકાત કરી.પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને રાહત (બેલઆઉટ) પેકેજની શરતો પર ચર્ચા કરવા માટે રવિવારે દુબઇમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડ સાથે મુલાકાત કરી હતી. ખાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટીનાં સાતમાં સમિટમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમિરાતની એક દિવસની મુલાકાતે ગયા છે. પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ડોન અખબારને જણાવ્યું કે, ખાન સમ્મેલન ઉપરાંત દુબઇમાં લગાર્ડ સાથે મુલાકાત કરશે. અખબારનાં રિપોર્ટમાં એક વરિષ્ઠ અધિકારીનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સતત વાતચીત બાદ ગત્ત ઘણા અઠવાડીયાઓમાં આઇએમએફ અને પાકિસ્તાનનું વલણ સંકુચીત થયું છે. આઇએમએફ પાકિસ્તાનની અર્થવ્યસ્થાઓથી યોગ્ય રસ્તા પર લાવવા માટે કેટલાક સુધારાત્મક પગલા ઉઠાવવાની શરતો મુકી છે. તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાન આગામી ત્રણ- ચાર વર્ષમાં આશરે ૧૬૦૦-૨૦૦૦ અબજ રૂપિયાનું સમાયોજન કરશે. વાતચીતમાં પાકિસ્તાનનાં ખર્ચ મદ્દે વાત અટકી રહી છે. ગત્ત દિવસોમાં સરકારે હજ સબ્સિડી ખતમ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે પાકિસ્તાન સરકારનાં ૪૫૦ કરોડ રૂપિયાની બચત થશે. પાકિસ્તાનનાં ધાર્મિક અને આંતરિક સોહાર્દ મુદ્દાના મંત્રી નુરુલ હક કાદરીએ આ માહિતી આપી. હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય હાલમાં જ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતાવાળી સંઘીય મંત્રિમંડળની બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેના કારણે હાલ તે વિવાદ ચાલી રહ્યો છે કે શું ઇસ્લામ સબ્સિડી યુક્ત હજની પરવાનગી આપે છે.

Related posts

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

लंदन में भारत-पाक के बीच ‘ऑफ-द-कट’ बातचीत की संभावना

aapnugujarat

પાકિસ્તાનમાં ટામેટા ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1