Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્માના ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં હવે સૌથી વધુ રન

ઓકલેન્ડના મેદાન પર આજે રમાયેલી બીજી ટ્‌વેન્ટી-૨૦ ેમેચમાં રોહિત શર્માએ આજે પોતાની યશકગલીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. રોહિત શર્મા ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો હતો. ન્યુઝીલેન્ડના ગુપ્ટિલને પાછળ છોડવામાં તે સફળ રહ્યો હતો. ગુપ્ટિલ હજુ સુધી પ્રથમ સ્થાન ઉપર હતો. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકના ૨૨૬૩ રન છે. રોહિત શર્માને આજે ગુપ્ટિલથી આગળ નિકળવા માટે ૩૫ રનની જરૂર હતી. મલિકની વાત કરવામાં આવે તો ૧૧ મેચોમાં મલિકે ૩૧ રનની સરેરાશ સાથે ૨૨૬૩ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ આ મેચમાં ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં તેની ૧૬મી અડધી સદી હતી. રોહિત શર્માના નામ ઉપર હવે ૨૨૮૮ રન થઇ ગયા છે. રોહિત શર્માએ ૯૨મી મેચ રમતા આ સિદ્ધિ હાસલ કરી હતી. ગુપ્ટિલ હાલમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી શક્યો નથી. તે સમગ્ર શ્રેણીમાં રમી રહ્યો નથી. ગુપ્ટિલે ન્યુઝીલેન્ડ તરફથી ૭૬ મેચોમાં ૩૩.૯૧ રનની સરેરાશ સાથે રન બનાવ્યા છે જેમાં બે સદી અને ૧૪ અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને મેક્કુલમ પણ ૨૦૦૦થી વધુ રન બનાવી ચુક્યા છે. ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોની યાદીમાં વિરાટ કોહલી છે. કોહલીએ ૬૫ મેચોમાં ૨૬૭ રન કર્યા છે. કોહલીની બેટિંગ સરેરાશ ૪૯ રનથી વધુની રહી છે. આની સાથેે જ રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી. તે ટ્‌વેન્ટી ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેનોની યાદીમાં પ જોડાઈ ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેઇલ અને માર્ટિન ગુપ્ટિલ સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. બંનેએ ટ્‌વેન્ટી ક્રિકેટમાં ૧૦૩ છગ્ગા ફટકાર્યા છે. વર્તમાન શ્રેણીમાં જ રોહિત શર્મા સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડને પણ તોડી શકે છે. કારણ કે આ રેકોર્ડ પ પોતાના નામ ઉપર કરવા રોહિત શર્માને માત્ર ચાર છગ્ગાની જરૂર છે અને આ સિદ્ધિ તે આગામી મેચમાં હાસલ કરી લે તેવી શક્યતા છે. રોહિત શર્મા વનડે અને ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ આદર્શ બેટસમેન તરીકે ઉભર્યો છે.

Related posts

भारत और इंग्लैंड के बीच होगा विश्व कप का फाइनल : मिस्बाह उल हक

aapnugujarat

भारत ने 502/7 रन पर घोषित की पारी, दक्षिण अफ्रीका को दिए तीन झटके

aapnugujarat

BCCI का दबाव…? टी20 वर्ल्ड कप तक नहीं दिखेंगे माही

aapnugujarat

Leave a Comment

UA-96247877-1