Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ૩૬૬ રને વિજય

કેનબેરા ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ આજે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ ૩૬૬ રને જીતીને ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. હાલમાં જ ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર વાપસી કરીને આ ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સમગ્ર શ્રેણી દરમિયાન આક્રમક નજરે પડી હતી. કેનબેરા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૫૩૪ રન કર્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૧૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ફોલોઓન નહીં કરવામાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૧૯૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો ત્યારબાદ શ્રીલંકાના બીજી ઇનિંગ્સમાં જીતવા માટે ૫૧૬ રનની જરૂર હતી જેની સામે શ્રીલંકાની ટીમ માત્ર ૧૪૯ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી મેન્ડિસે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. અન્ય બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર સ્ટાર્કે ૪૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે સ્ટાર્કની પસંદગી કરવામાં આવી હતી જ્યારે સમગ્ર શ્રેણી દરમિયાન જોરદાર બોલિંગ કરનાર કમિન્સની સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. કેનબેરા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ જંગી જુમલો ખડક્યો હતો.

Related posts

રોજર ફેડરરે નિવૃત્તિ જાહેર કરી

aapnugujarat

कोच जेनकिन्स से अलग हुई नाओमी ओसाका

aapnugujarat

હાર્દિક પંડ્યાની વાપસીથી ટીમનું સંતુલન વધુ સારું થયું છે : કોહલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1