Aapnu Gujarat
રમતગમત

વિરાટની વિરાટ સિદ્ધિ

ટીમ ઇન્ડિયાએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હરાવીને ઐતિહિક જીત નોંધાવી છે. જ્યારે આ જીત સાથે ભારતે યજમાન ટીમ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ૨-૧થી લીડ મેળવી લીધી છે. પરિણામે ભારતે પોતાની બીજી ઇનિંગના આધરે ઓસ્ટ્રેલિયા સામે ૩૯૯ રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જેને ઓસ્ટ્રેલિયા હાંસેલ ન કરી શકી અને તેની બીજી ઇનિંગ ૨૬૧ રન પર સમેટાઇ ગઇ. ભારતે બોક્સિંગ ડે ટેસ્ટમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. અત્યાર સુધી રમાયેલી આઠ મેચમાંથી એકમાં વિજય અને પાંચમાં હાર મળી છે જ્યારે બે મેચ ડ્રો રહી છે.તેવામાં આ મેચ કેપ્ટન વિરાટ કોહલી માટે એટલા માટે ઐતિહાસિક છે કારણ કે તેણે મેલબર્નમાં ઇનિંગની ઘોષણા કરવાનું જોખમ લીધું હતુ. તે વિદેશી ધરતી પર મેચની બંને ઇનિંગ્સ ઘોષિત કરનાર સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ બાદ ત્રીજા ભારતીય કેપ્ટન છે જ્યારે જીત ફક્ત તેના જ ભાગે આવી છે.ભારતીય ટીમે પહેલીવાર ગાંગુલીની કેપ્ટન્સીમાં ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા સામે સીડનીમાં પોતાની બંને ઇનિંગ (પહેલી ૭૦૫/૭ અને બીજી ૨૧૧ /૨) ઘોષિત કરી હતી અને મેચ ડ્રો રહી હતી. જ્યારે ૨૦૦૭માં એવું બીજીવાર થયું હતું જ્યારે કેપ્ટન રાહુલ દ્રવિડે બાંગ્લાદેશ સામે ચટગાંવમાં પહેલી ઇનિંગ (૩૮૭/૮) અને બીજી ઇનિંગ (૧૦૦/૬) ઘોષિત કરી હતી અને આ સંયોગની વાત છે કે આ ટેસ્ટ પણ ડ્રો રહી હતી.ઓસ્ટ્રેલિયામાં બૉક્સિંગ ડે મેચમાં ૧૩૭ રનની જીત સાથે વિરાટ કોહલી વિદેશી ધરતી પર મેચની બંને ઇનિંગ્સ ઘોષિત કર્યા બાદ જીત હાંસેલ કરનારા પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયાં છે. આ ચોક્સપણે વિરાટ કોહલીની કેપ્ટન્સીનો દબદબો છે કે તેના આલોચકો પણ તેની પ્રશંસા કરી રહ્યાં છે.આ ઉપરાંત ભારતે બીજી ઇનિંગ બાદ ઓસ્ટ્રેલિયામાં સીરીઝમાં બે મેચ જીતવાનો રેકોર્ડ કાયમ કર્યો છે અને તે આમ કરનાર એકમાત્ર એશિયન ટીમ છે. ચાર મેચોની હાલની સીરીઝમાં ૨-૧ થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમે અગાઉ ૧૯૭૭-૭૮ બે મેચ જીતી હતી.ભારતે ૩૭ વર્ષ પછી મેલબર્નમાં કોઇ ટેસ્ટ જીતી છે. છેલ્લે ભારતને ૧૯૮૧માં ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં જીત મળી હતી. આ સીરીઝમાં ભારતની આ બીજી જીત છે. આ પહેલા ભારતે એડિલેડ ટેસ્ટ ૩૧ રનોથી જીતી હતી. ઑસ્ટ્રેલિયાઈ ધરતી પર ભારતને ૭મી જીત મળી છે. ભારતે પોતાની બીજી ઇનિંગનાં આધાર પર ઑસ્ટ્રેલિયાને ૩૯૯ રનોનું લક્ષ્ય આપ્યું હતુ, જેની સામે ઑસ્ટ્રેલિયા ૨૬૧ રનો પર ઑલઆઉટ થઈ ગયું હતુ.
વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. તેમના મોટા ભાઈનું નામ વિકાસ અને બહેનનું નામ ભાવના છે.એમના પિતાજી પ્રેમ કોહલી વકીલ નો વ્યવસાય કરતા અને તેમની માતા સરોજબેન એક ગૃહિણી છે.તેમના પરિવાર માં સૌથી નાના છે, એમના એક મોટા ભાઈ અને મોટી બહેન પણ છે. વિરાટ ની માતા એમ કહે છે કે જયારે તે ૩ વર્ષ નો હતો ત્યાર થી જ તેમણે બેટ પકડી લીધું હતું અને અને પપ્પાને તેની સાથે રમવા માટે હમેશાં પરેશાન કર્યા કરતો હતો. કોહલી દિલ્લી ની ઉત્તમનગર ની ગલી ઓ માં મોટા થયા અને મોટી ભારતીય પબ્લિક સ્કુલ માં શિક્ષણ મેળવ્યું. એમની ક્રિકેટ પ્રત્યે નો રસ જોઇને એમના પડોસી ઓ પણ કહેતા હતા કે વિરાટે ગલી માં ક્રિકેટ રમી ને સમય બગાડવો ન જોઈએ પરંતુ એને કોઈ એકડમી માં પ્રોફેશનલ રીતે ક્રિકેટ શીખવી જોઈએ.કોહલી ના પિતાજી એ પડોસીઓના કેહવાથી માત્ર કોહલી ૯ વર્ષ ની ઉમર ના હતા ત્યારે જ એમને દિલ્લી ક્રિકેટ એકડમીમાં ક્રિકેટ શીખવા માટે મોકલી દીધા. દોસ્તો ભારત માં ક્રિકેટ માં કેરિયર જોવા જઈએ તો આ કેરિયર ઓપ્સન સૌથી રિસ્કી માનવા માં આવે છે કેમ કે ભારત માં દર ૧૦ માંથી ૮ વ્યક્તિ ને ક્રિકેટ જોવાનો કે રમવા નો શોખીન હોઈ છે.પણ જો વિરાટ ના પિતા કે પડોસી ઓ ની જેમ કોઈ સપોર્ટ કરવા વાળું મળી જાય તો બધું એકદમ આસાન બની જાય છે.વિરાટ ને રાજકુમાર શર્મા એ ટ્રેનીગ આપી.રમત ની સાથે સાથે કોહલી ભણવા માં પણ હોશિયાર હતા. એમના શિક્ષક એમને એક હોશિયાર અને બુદ્ધિશાળી બાળક કેહેતા હતા. વિરાટે ક્રિકેટ ની શરુઆત ઓકટોબર ૨૦૦૨ માં કરી હતી.જયારે તેમને પહેલી વાર દિલ્લી ની અંડર -૧૬ માં શામીલ કરવા માં આવ્યા હતા.એ સમય વિરાટે દિલ્લી ની પોલી ઉમરીગર ટ્રોફી માં પહેલી વાર પ્રોફેશનલી ક્રિકેટ રમ્યા હતા .વરસ ૨૦૦૫ ના અંત સુધી માં તેમને અંડર-૧૭ ક્રિકેટ ના સદસ્ય બનાવી દેવા માં આવ્યા હતા ત્યારે એમને વિજય મેચેર્ટ ટ્રોફી માટે રમવાનું હતું અને આ ચાર મેચો ની સીરીઝ માં એમણે ૪૫૦ થી વધુ રન બનાવ્યા હતા.બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક ૧૮ ડિસેમ્બર ૨૦૦૬ માં બ્રેન સ્ટોક ને કારણે થોડા જ દિવસો ની બીમારી માં રહ્યા પછી એમના પિતાજી નું મૃત્યુ થયું . જેનો વિરાટ ના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેઓ આજે પણ પોતાની સફળતા ની પાછળ તેમના પિતાજી નો હાથ બતાવે છે.કોહલી નું કેહવું છે કે એ સમય મારા અને મારા પરિવાર માટે ખુબ જ મુશ્કેલ સમય હતો. આજે પણ આ સમય યાદ આવે તો અમારી આંખો ભરાય જાય છે. બાળપણ થી જ ક્રિકેટ શીખવાડવા માં એના પિતા એ બહું મદદ કરી હતી. એ એમ કહે છે કે મારા પિતા જ મારો સૌથી મોટો સહારો હતો પાપા મારી સાથે રોજ ક્રિકેટ રમતા હતા.આજે પણ ક્યારેક મને એમની કમી મેહસૂસ થાય છે.જુલાઈ ૨૦૦૯ માં વિરાટ ને ભારત ની અંડર -૧૯ માટે પસંદ કરવા માં આવ્યા હતા અને એમનો પહેલો વિદેશી ટુર ઇંગ્લેન્ડ હતો. આ ઈંગ્લેંડ ટુર માં એમણે પહેલી વાર ત્રિદિવસીય મેચો માં ૧૦૫ રન બનાવ્યા હતા.માર્ચ ૨૦૦૮ માં વિરાટ ને ભારત ની અંડર -૧૯ નો કેપ્ટન બનાવી દેવા માં આવ્યો . એમણે મલેશિયા માં અંડર -૧૯ વર્લ્ડ કપ ની કેપ્ટનશીપ કરવાની હતી.આ વર્લ્ડ કપ માં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.કોહલી ને ૨૦૦૯ માં શ્રીલંકા ની સામેં ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે પસંદ કરવા માં આવ્યા.આ ટુર ની શરુઆત માં તેમને ઇન્ડિયા ટીમ-એની તરફ થી રમવાનો મોકો મળ્યો હતો.એના પછી ભારત ના સલામ બલ્લેબાજ સચિન અને સેહવાગ બંને ઘાયલ થઇ ગયા ત્યારે વિરાટ ને પહેલી વાર એની જગ્યા એ રમવાનો મોકો મળ્યો હતો. આ ટુર માં એમણે તેનો પહેલો એક-દિવસીય અર્ધસતક માર્યો હતો. અને આ સીરીઝ માં ભારત ની જીત થઇ હતી.બસ ત્યાર થી જ વિરાટે પાછળ ફરી ને નથી જોયું અને ખુબ જ તેજ ગતિ થી એના ખેલ ના લીધે ક્રિકેટની દુનિયા માં એમને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી.
ડીસેમ્બર ૨૦૦૬ માં કોહલી રંજી ટ્રોફી ના એક ખાસ ટેસ્ટ મેચમાં કર્નાટક વિરુદ્ધ રમી રહ્યા હતા. આ ટેસ્ટ મેચના બીજા જ દિવસે તેમના પિતા પ્રેમ કોહલીનું મૃત્યુ થયું હતું અને આગલા દિવસે તેમનો અંતિમ સંસ્કાર હતો.
વિરાટે કર્નાટકની મેચમાં પહેલી ઇન્નીંગમાં ૪૪૬ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીને બાળપણમાં તેમના કોચ અજિત ચૌધરીએ એક નીક નામ આપ્યું હતું, આ નામ ‘ચીકુ’ હતું.
વિરાટ કોહલી ટેટુ ના ખુબ શોખીન છે. તેમણે ચાર વાર ટેટુ બનાવ્યા છે. સમુરાઈ યોધ્ધા વાળું ટેટુ તેમણે ખુબ પસંદ છે.
અત્યારે ભારતીય ખેલાડીયો માં સૌથી વધારે સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે એક દિવસની મેચમાં ૫૨ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલી પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તરમાં ફેમસ ત્યારે થયા જયારે તેમની કપ્તાનીમાં ભારતીય અંડર-૧૯ ટીમે ૨૦૦૮ માં અંડર -૧૯ માં વિશ્વ પોતાના નામે કર્યું.
કોહલી પોતાના ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત છે. પુરુષોના ફેશન સંબંધિત એક આંતરરાષ્ટ્રીય મેગેઝીન છે. આ મેગેઝીને સાલ ૨૦૧૨ માં વિરાટ કોહલીને ’૧૦ સૌથી સારા કપડા પહેરતા પુરુષો’ માં શામેલ કર્યા છે. આ લીસ્ટમાં બરાક ઓબામાં પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં કોહલી ૩ સ્થાને છે જયારે ઓબામાં ૧૦ માં સ્થાને.
હાલમાં તેઓ એક ડઝન કરતા પણ વધારે બ્રાંડ માટે પ્રચાર કરે છે. પોતાના નાનકડા કરિયરમાં વિરાટે ઘણા બધા મોટા રેકોર્ડો બનાવ્યા છે.
ગર્લ્સમાં વિરાટ ખુબ ફેમસ છે તેથી તેમને લોહીથી લખેલ પત્ર મળે એ સામાન્ય વાત છે.
બોલીવુડમાં તેમની ફેવરીટ અભિનેત્રી કરિશ્મા કપૂર છે.
વિરાટને સ્વાદિષ્ટ ભોજન ખુબ પસંદ છે. જયારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમની મમ્મીના હાથોથી બનેલ મટર બિરયાની અને ખીર પસંદ છે.
૨૦૧૩ માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાને હાથે તેમણે ‘અર્જુન એવોર્ડ’ આપ્યો હતો.
સચિન તેંડુલકર અને સુરેશ રૈના સિવાય વિરાટ એક એવા બેટ્‌સમેન છે જેમણે પોતાના ૨૨ મા જન્મદિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સેન્ચ્યુરી કરી હતી.
માત્ર ૨૩ વર્ષની ઉમરમાં વિરાટ કોહલીએ આઈસીસી માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ નો પુરસ્કાર ૨૦૧૨ માં જીત્યો હતો.
ધોની, સચિન અને ગાંગુલી બાદ વિરાટ એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર છે જેમણે લગાતાર વર્ષમાં ૧૦૦૦ થી વધારે વનડે રન બનાવ્યા હતા.
કોહલી પોતાના નામે ગરીબ બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. જેનું નામ ‘વિરાટ કોહલી ફાઉન્ડેશન’ છે.
વિરાટ કોહલી કાર ના ખુબ શોખીન છે. જયારે પણ તેમને સમય મળે ત્યારે તે પોતાના કારની સવારી કરે છે. તેમની પાસે ઓડી કારના બે મોડેલ છે, જેમાંથી એકની કીમત ૧ કરોડ ૮૭ લાખ અને બીજીની કીમત ૨ કરોડ ૯૭ લાખ છે.

Related posts

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી ટેસ્ટ : વિરાટ સેના પૂર્ણ તૈયાર

aapnugujarat

West Indies defeated Ireland by 9 wickets

aapnugujarat

क्रिकेट पर फोकस करने में युवराज की सलाह काम आई : शुभमन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1