Aapnu Gujarat
બ્લોગ

શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

’ઈક્વિટી બજાર’ શબ્દ અંતર્ગત કંપનીઓના શેરોમાં સીધે સીધું રોકાણ કરવાનીબાબતનો અથવા મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આડકતરૂં રોકાણ કરવાનો સમાવેશ થાયછે. દા.ત. જોઈએ તો તમારા મિત્ર રાજ પાસે ૫૦,૦૦૦ રૂપિયા છે કે જેને તેઈક્વિટી બજારમાં રોકવા માંગે છે. જો તે શેર બજારમાંથી સીધે સીધી રીતે ખરીદીકરીને કંપનીના શેરો, દા.ત. (રીલાયંસ ઈંડસ્ટ્રીઝ), ખરીદવાનું પસંદ કરે તો એનાણાનું શેરોમાં રોકાણ તરીકે નિર્માણ થાય છે. એના બદલે તે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એનાણાનું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જુદી જુદીકંપનીઓના શેરોમા રોકાણ થાય છે.બન્ને પ્રકારના રોકાણોમાં ઘણા તફાવતો છે કે જેના વિશે રોકાણકારે જાણવાની આવશ્યકતા રહે છે.
રોકાણનુમૅનેજ્મેંટઃ શેરોનાએક રોકાણકાર તરીકે પ્રત્યેક શેરમાં ક્યારે, શું અને કેટલું રોકાણ કરવું એસંપૂર્ણ રીતે તમારા પર આધારિત છે. તમારે સતત તમારા શેર પર દેખરેખ રાખવાનીઆવશ્યકતા છે, બજારની હિલચાલ, કે જે તમારા શેરને અસરકર્તા બની રહેતી હોયતેનું અત્યંત નજીક રહીને અનુસરણ કરવાનું રહે છે. અને તમારા વ્યક્તિગતનિર્ણય પર આધાર રાખીને તમારે ખરીદી / વેચાણ અંગેના નિર્ણયો લેવાના હોય છે.મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધુ સહેલું છે. કારણ કે વ્યાવસાયિકદૃષ્ટિએ લાયકાત ધરાવનાર ફંડ વ્યવસ્થાપક પોર્ટફોલિયોમાં ફંડ તેમજ શેરના ખરીદ – વેચાણની દેખરેખ રાખતા હોય છે.વિવિધતા :જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમારું જોખમ કેન્દ્રિત થયેલું હોય છેજેમ કે તમારા રોકાણો કોઈ એક ચોક્કસ કંપની અથવા કંપનીના ગ્રુપ્સ પૂરતામર્યાદિત રહેતા હોય છે. . ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું કદ પ્રમાણે, વિભાગોમુજબ, પાકતી મુદત આધારિત, રોકાણને લગતા ઉદ્દેશ વગેરે પર આધાર રાખીનેવર્ગીકૃત કરી શકાય છે. ચોક્કસ ફંડની અંદર પણ પોર્ટફોલિયોને જુદી – જુદીકંપનીઓમાં સમાવિષ્ટ કરી શકાય છે, કે જેની પોતાની જોખમની સામે વળતરને લગતીરૂપરેખાઓ હોય. તેમ છતાં તમારું રોકાણ વવિધ્યપૂર્ણ રહે છે. મ્યુચ્યુઅલ ફંડનેઅન્ય બીજા વર્ગો જેવા કે ઋણ, સોનું અથવા ઋણ અને ઈક્વિટી બન્નેના મિશ્રણનારૂપમાં પણ રોકી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડને લગતા સૌથી મોટા લાભો પૈકીનો આ એકલાભ છે. અસ્થિરતા :શેરમાં વૈયક્તિક રોકાણ બહુ ભારે પ્રમાણમાં અસ્થિર છે એના કારણે એકલાશેરમાં રોકાણ કરવામાં જોખમ રહેલું છે. તમારા ઉતાવળીયા નિર્ણયને કારણે એનાપરિણામમાં અસર જોવા મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવતા રોકાણો, પ્રત્યેક ફંડના પોર્ટફોલિયોમાં રહેલા શેરના વૈવિધ્ય તેમજ સંખ્યાના કારણેપ્રમાણમાં ઓછા અસ્થિર હોય છે, કે જે અણધાર્યા સંજોગોમાં પણ વિશાળ પાયે સરળરહે છે. શેરને મર્યાદિત બનાવવા માટે હકારાત્મક રૂપાંતરીત થનારા શેર લેવામાંઆવે તો એ વધુ સારું કામ નથી સીધી સીધી રીતે શેર બજારમાં રોકાણ દ્વારા મળનારા વળતરનો આધાર તમારા જ્ઞાન, ધીરજ, અને તમે જે સમયનો ભોગ આપો છો એના પર રહેલો છે. તેજીના સમયમાં તમેકોઈ ખાસ ભારે કામ કર્યા વિના વિશાળ નફો કરી શકો છો. પરંતુ મંદીના સમયમાં એનાથી બરાબર ઊલટું સાચું છે, જેમ કે શેર બજારમાં રોકાણ કરવું એ મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવાની તુલનાએ વધુ જોખમ ભરેલું છે. મ્યુચ્યુઅલ ફંડ તમને શેરબજારની સરખામણીમાં સંતુલિત વળતરઆપે છે. મૂળભૂત રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પ્રાપ્ત થનારું વળતર શેરબજારમાંથી ઉપલબ્ધ થનારા વળતરને અરીસો દેખાડનારું (ઉદાહરણરૂપ) બની રહે છે.રોકાણના પ્રકારો :તમે મ્યુચ્યુઅલ ફંડમાં અમુક એક રકમનું રોકાણ કરી શકો અથવા પદ્ધતિસર રોકાણનું આયોજન અંતર્ગત સમયગાળા મુજબ રોકાણો પણ કરી શકો.
એસ.આઈ.પી. પ્રકાર લાંબા સમયગાળા માટેઅત્યંત સલાહભર્યો ગણાય છે અને તમે ઈક્વિટી બજાર વિશે કંઈ પણ ન જાણતા હો તોપણ એ લઈ શકાય છે. તમે એક પ્રયત્ન કરી શકો અને શેરમાં રોકાણ કરવા માટે પણએસ.આઈ.પી. ને અનુસરી શકો છો. પરંતુ જ્યાં સુધી જોખમમાં વૈવિધ્ય ન લાવવામાંઆવે ત્યાં સુધી આ કોઈ ચતુરાઈ ભર્યો ખ્યાલ નથી બનતો અને તેથી જ એ લોકપ્રિયપણ નથી.
કરવેરા પદ્ધતિમાં લાભ :ટૂંકી મુદતના મૂડીગત લાભ અને લાંબી મુદતના મૂડીગત લાભ બન્ને કિસ્સાઓમાં શેરમાં રોકાણમાં તેમજ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણોમાં એક જ પ્રકારનીપ્રક્રિયાને અનુસરે છે. જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમે કોઈ જ પ્રકારનો ટેક્સ લાભ પ્રાપ્ત નથી કરી શકતા. તેમ છતાં તમે જ્યારે ઈક્વિટીસાથે સંલગ્ન બચત યોજનામાં રોકાણ કરો છો ત્યારે તમે ટેક્સ લાભ મેળવી શકો છો, કે જે ૩ વર્ષના લૉક – ઈન સમયગાળાનું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેનું રોકાણ છે. તમે ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ પર ૮૦ (સી) કલમ અંતર્ગત ટેક્સ લાભમેળવી શકો છો.શેરઅને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એ જ મૂડીના વર્ગના – ઈક્વિટીના સભ્ય છે, જેઅન્ય અસ્કયામતો પર લાંબી મુદતના રોકાણોમાં શ્રેષ્ઠ વળતર આપે છે. જો તમે મર્યાદિત સમયગાળા માટેના તેમજ શેર બજાર અંગેનું ઓછું જ્ઞાન ધરાવતા છૂટક વૈયક્તિક રોકાણકાર છો તો ઈક્વિટી બજારમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ એ વધુ સારી ચેનલ ગણાય.

Related posts

EVENING TWEET

aapnugujarat

जाधव को रिहा करे पाकिस्तान

aapnugujarat

IAS, IPS और IFS के ढांचे में बदलाव कर सकती है मोदी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1