Aapnu Gujarat
બ્લોગ

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડવામાં ચાર ગુજરાતીઓનો હાથ..!!?

દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. આ પરિણામોથી કૉંગ્રેસમાં એક નવો ઉત્સાહ અને આશા ઉદભવી છે, તો ભાજપ માંટે લોકસભાની ચૂંટણી પહેલા આ પરિણામો ચિંતાનો વિષય બન્યા છે. પાંચમાંથી ૨ રાજ્યામાં કૉંગ્રેસ પાર્ટી સત્તા સંભાળશે. તો મધ્યપ્રદેશમાં સત્તા બનાવવા માટે કૉંગ્રેસ અને ભાજપે અન્ય પાર્ટીઓનાં સમર્થન પર મદાર રાખવો પડશે. બંને પાર્ટીઓએ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું ચાલુ કરી દીધુ છે. અહીં કૉંગ્રેસ પાસે ૧૧૪ સીટો છે તો બીજેપી પાસે ૧૦૯ સીટો છે. કોઇપણ પાર્ટી પાસે બહુમત નથી.
બીજી તરફ ભાજપનું ‘કૉંગ્રેસમુક્ત ભારત’નું સપનુ તુટી ગયું છે. કૉંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં જીતની ઉજવણી કરી રહ્યા છે. કૉંગ્રેસની આ જીતમાં ૪ ગુજરાતી આગેવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતમાં ગત વિધાનસભામાં કૉંગ્રેસ સત્તા પર તો નહોતી આવી, પરંતુ તે ફરી ઉભી થઈ હતી. તો હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં દિપક બાબરિયાએ મધ્યપ્રદેશનાં પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં સ્ક્રિનિંગ કમિટીનાં ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં માઇનોરિટી સેલનાં ચેરમેન તરીકે ગુજરાતનાં બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલને પાંચેય રાજ્યની ચૂંટણીનાં સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. કૉંગ્રેસની જીતમાં મતદાતાઓનો ભલે અહમ રોલ હોય, પરંતુ કૉંગ્રેસનાં આ ગુજરાતી નેતાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પણ કૉંગ્રેસ માટે આ ગુજરાતી નેતાઓ મહત્વનો ભાગ ભજવશે.

Related posts

હવે ચીની કંપનીઓ સેક્સ ડોલ્સ ભાડે આપી રહી છે : એક રાત્રિનું ત્રણ હજાર સુધી ભાડુ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

કેરળ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1