Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ પોસ્ટ ઓફિસના ગ્રામીણ સેવકો હડતાળ કરશે

અમદાવાદ શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ આગામી તા.૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામ ઠપ થઇ જવાની શક્યતા છે. પોસ્ટવિભાગના ગ્રામીણ ડાકસેવકોની હડતાળને પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે. બાકી શહેરી વિસ્તારમાં પોસ્ટઓફિસનું રૂટીન કામગીરી ચાલુ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ભારતભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના કેટલાક પડતર પ્રશ્નોમાં ખાસ કરીને હજુ સુધી સાતમા નાણાંપંચનો પણ લાભ ન મળવાથી તેમના નેશનલ યુનિયન દ્વારા આપેલી દેશવ્યાપી હડતાળના સમર્થનમાં શહેરમાં આવેલી પોસ્ટના કર્મીઓ જોડાશે. પોતાનાં કામથી દૂર રહીને અચોક્કસ મુદતની હડતાળ પર જશે. નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવક દ્વારા સેવન્થ પે કમિશન સહિતની પડતર માગણીઓનો નિકાલ ન આવતાં શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના ૧૦૦૦થી વધુ કર્મચારીઓ આગામી તા.૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે, જેના કારણે અમદાવાદ જીલ્લાની પોસ્ટ ઓફિસોમાં કામકાજ ઠપ થઈ જશે. આ અંગે નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકના સેક્રેટરી એ.જી.પરમારે જણાવ્યું હતું કે, અમારા યુનિયન હેડ ક્વાર્ટરના આદેશ અનુસાર તમામ શહેર-જીલ્લાના કર્મચારીઓ તા.૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે. સરકાર પાસે તેઓએ કુલ ૧૦ માગણીઓ મૂકી છે, જેમાં તમામ કર્મચારીઓને સેવન્થ પે કમિશન ચૂકવવું, કર્મચારીઓને કાયમી નોકરી પર રાખવા, જ્યારે અમારા કર્મચારીઓ ૬પ વર્ષ સુધી નોકરી કરે તો તેમને ગ્રેજ્યુઈટી માત્ર પ૮ હજાર જ મળે છે. જેની સામે પોસ્ટમાં કાયમી નોકરી કરતા કર્મચારીને રીટાયરમેન્ટ બાદ રૂ.૧પ લાખ જેટલી માતબર રકમ મળે છે. જેથી અમે સરકાર પાસે રૂ.પ લાખ ગ્રેચ્યૂઈટી મળે તેવી માગણી કરી છે. કર્મચારીઓને ૮ કલાકની નોકરી મળે વગેરે માગણીઓ રજૂ કરી છે. ગ્રામીણ ડાક સેવક તરીકે કર્મચારીઓ ટપાલ વહનની કામગીરી કરે છે. નાના-નાના ગામડાઓમાં આવેલી ગ્રામીણ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવક દ્વારા ઓફીસની હિસાબી કામગીરી ઉપરાંત ટપાલ વિતરણને લગતી કામગીરી કરવાની હોય છે. આ હડતાળની વધુ અસર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળશે, શહેરી વિસ્તારમાં પોસ્ટઓફિસની રૂટીન કામગીરી ચાલુ રહે તેવી શકયતા છે.

Related posts

વિદ્યાપીઠ નજીક આંગડિયા કર્મીનાં ખૂન કેસમાં પાંચ શખ્સો ઝડપાયા

aapnugujarat

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

શ્રી શિવનગર (વાતમ જૂના) અનુપમ પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1