Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બોયફ્રેન્ડની લાશના ટુકડા કરીને બિરિયાની બનાવી મજૂરોને ખવડાવી દીધી

સંયુક્ત અરબ અમીરાતના અલ અઈન શહેરમાં એક મહિલાએ તેના એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટેની તમામ હદો વટાવી દીધી છે. મહિલાએ બદલો લેવા માટે તેના એક્સ બોયફ્રેન્ડને પહેલા પોતાના ઘરે બોલાવ્યો અને ત્યા તેની હત્યા કરી દીધી. બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ મહિલાએ તેના મૃતદેહના ટુકડા-ટુકડા કરી દીધા હતા. આટલુ ઓછુ હોય તેમ મહિલાએ તેના બોયફ્રેન્ડના માંસમાંથી બિરિયાની બનાવી અને નજીકમાં કન્સ્ટ્રક્શનનું કામ કરી રહેલા મજૂરોને ખવડાવી દીધી. બિરિયાની બનાવતા માંસના જેટલા ટુકડાઓ વધ્યા તેને મહિલાએ આસપાસના કુતરાઓને ખવડાવી દીધા.ખલીજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ૩૦ વર્ષીય મહિલાએ અલ અઈન કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારી લેતા કહ્યું કે તેણે જ તેના એક્સ બોયફ્રેન્ડની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી દીધા છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, તેના બોયફ્રેન્ડે તેની સાથે દગો કર્યો હતો.
આ હત્યા તો ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. પરંતુ આ હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતકનો ભાઈ તેને શોધતો-શોધતો મહિલાના ઘરે પહોંચ્યો હતો.મૃતકના ભાઈએ મહિલાને પોતાના ભાઈ વિશે પૂછ્યુ ત્યારે મહિલાએ જણાવ્યું કે, તેને તેના ભાઈ વિશે કોઈ જાણકારી નથી. તેણે જણાવ્યું કે, તેની સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હાલમાં તેનું અફેર બીજી મહિલા સાથે ચાલી રહ્યું છે. પરંતુ મૃતકના ભાઈએ ઘરની તપાસ કરતા તેને મિક્સરમાં કોઈ વ્યકિતનો દાંત ફસાયેલો જોવા મળ્યો. જેના કારણે તેને મહિલા પર શંકા ગઈ. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા મિક્સરમાં ફસાયેલ દાંતનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. તેમજ પોલીસ દ્વારા આ કેસની વિસ્તૃત તપાસ થતા મહિલાને પોતાના કર્યાની સજા મળી ગઈ.

Related posts

અમેરિકાના ડલાસ શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

China lodges complaint against US with WTO, day after new tariffs imposed by on Chinese goods

aapnugujarat

Google to pay $150-200 million to settle allegations that YouTube violated children’s privacy law

aapnugujarat

Leave a Comment

UA-96247877-1