Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી

દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી ૨૮ ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો.
સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા ૧૫-૨૦ દિવસથી નજર હતી. ૨૦ નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. વાત એમ છે કે, જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે.
તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે. આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો.
હત્યા કર્યા બાદ આતંકવાદી સૌથી પહેલા કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો અને અહીંથી તે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી બેંગલુરુ થઈને તે ફરી પાછો દિલ્હી પહોંચ્યો હતો. અહીંથી તે કાશ્મીર જવાની તક શોધતો હતો. તે કાશ્મીરમાં ફળોનો મોટો વેપારી છે. પકડાયેલા આતકંવાદીની ઉંમર લગભગ ૨૪-૨૫ વર્ષ છે અને તે અંગ્રેજીમાં એમ.એ. થયેલો છે.

Related posts

રક્ષાબંધન પહેલા મહિલાઓને મોદી સરકારની ભેટ

editor

સોશિયલ મીડિયા પર એસસી, એસટી પર અપમાનજનક કોમેન્ટ સજાપાત્ર : દિલ્હી હાઈકોર્ટ

aapnugujarat

Mini bus falls in george at Shopian, 11 students including 9 girls died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1