Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં વધુ ચાર આતંકવાદી મોતને ઘાટ

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજક પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ શોપિયન જિલ્લામાં આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર કરવામાં આવેલા ચાર ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. પુચમાં સરહદ પારથી બ્રિગેડ હેડક્વાટર્સને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. શોપિયન જિલ્લાના નંદગામ વિસ્તારોમાં સુરક્ષા દળોને બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાન માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હત. જેમાં ચાર ત્રાસવાદીઓ ઠાર થયા હતા. કાર્યવાહીમાં સેનાના એક જવાનનુ મોત થયુ હતુ. અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. દરમિયાન અંકુશ રેખા પર પાકિસ્તાનના નાપાક ઇરાદા જારી રહ્યા છે. પાકિસ્તાને વારંવાર ગોળીબાર કરીને સ્થિતીને ગંભીર અને વિસ્ફોટક બનાવવા માટેના પ્રયાસ કર્યા છે. આજે સવારે પણ આવા જ હેતુ સાથે ભારતીય ચોકીને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ભારત તરફથી પણ જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સોપિયનમાં જ રવિવારે અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ સોપિયાના નવાઝવાગે અને પુલવામાના યાવરવાલી તરીકે થઇ હતી.રવિવારના દિવસે જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આજે વહેલીપરોઢે જયનાથપુરા વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ વિશ્વસનીય સૂચનાના આધાર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગાળા દરમિયાન બંને તરફથી અથડામણનો દોર શરૂ થયો હતો. પોલીસના કહેવા મુજબ બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અન્ય કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાને ધ્યાનમાં લઇને સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે. સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓએ ગઇકાલે એક કિશોરની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. સોપિયન જિલ્લા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક ત્રાસવાદીઓ સક્રિય થયા હોવાના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે.

Related posts

ગઢચિરોલીમાં નક્સલવાદીઓ દ્વારા IEDબ્લાસ્ટ : ૧૫ જવાનો શહીદ

aapnugujarat

બુલેટ ટ્રેનના સંદર્ભમાં પ્રશ્ન કરાતા અરુણ જેટલી નારાજ

aapnugujarat

SC granted P. Chidambaram bail in INX Mediacase lodged by CBI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1