Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની એકે-૪૭ રાયફલ સાથે ધરપકડ

પંજાબ અને જમ્મુ-કાશ્મીરના એક સંયુક્ત ઓપરેશનમાં બુધવાસે જંલધરમાં આવેલા સી.ટી ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્રણ કાશ્મીરી વિદ્યોર્થીઓની ધરપકડ કરી છે. પોલીસે આ વિદ્યાર્થીઓ પાસેથી એક છ-૪૭ રાયફલ, ૯૦ કારતૂસો, એક પિસ્તોલ અને ધડાકા કરવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરેલી સામર્ગીને તપાસ માટે લબોરેટરીમાં મોકલવામાં આવી છે.
જાણવા મળે છે કે, પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસનાં સંયુક્ત અભિયાનમાં જંલધરમાંથી ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવી બાતમી મળી હતી કે, જલંધરના મકસુદા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને ત્યાં રહેતા વિદ્યાર્થીઓએ કર્યા હતાં. પોલીસ તપાસનાં અંતે પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. આ વિદ્યાર્થીઓ પાસેથી એ.કે ૪૭ રાયફલ, પિસ્તોલ અને વિસ્ફોટ માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે. પોલીસે આ વિદ્યાર્થીઓ પાસેથી આર.ડી.એક્સની સામગ્રી પણ જપ્ત કરી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટક સામગ્રી દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોનાં સમયે બોંબ વિસ્ફોટ કરવાનો ઇરાદો હતો એવી શંકા સેવાઇ રહી છે.

Related posts

સત્તા શિવસેના માટે પેદા થઈ છે : સંજય રાઉત

aapnugujarat

भारत ने ‘नाग’ एंटी टैंक गाइडेड मिसाइल का किया सफल परीक्षण

editor

Core to its agenda, Sangh Pariwar prepares the ground for population control

aapnugujarat

Leave a Comment

UA-96247877-1