બોલિવુડના ગુન્ડે અર્જૂન કપુરે કહ્યુ છે કે શ્રીદેવીની પુત્રીઓ જાન્હવી અને ખુશી સાથે તેના કોઇ સંબંધ નથી. બોલિવુડ ફિલ્મી ચાહકો સારી રીતે જાણે છે કે અર્જુન કપુર અને તેમની બહેન અંશુલા કપુર બોની કપુરની પ્રથમ પત્નિ મોનાાના બાળકો છે. બોની અને મોના જ્યારે અલગ થયા ત્યારે અર્જુન માત્ર ૧૧ વર્ષનો હતો. ત્યારબાદ બોની કપુરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેમની બે પુત્રીઓ થઇ હતી. જેમાં જાન્હવી અને ખુશી કપુરનો સમાવેશ થાય છે. અર્જુન કપુરની માતાના એકાએક નિધનના કારણે અર્જુન કપુર અને અંશુલા બિલકુલ એકલા થઇ ગયા હતા. પોતાના માતાપિતાના સંબંધને તુટતા જોયા બાદ લગ્ન પરથી અર્જુન કપુરનો વિશ્વાસ ઉઠી ગયો હતો. એક મુલાકાતમાં અર્જુન કપુરે કહ્યુ છે કે તેને પહેલા લગ્નને લઇને ગુસ્સો આવતો હતો. તે નક્કી કરી ચુક્યો હતો કે તે ક્યારેય લગ્ન કરશે નહી. પરંતુ હવે તેની ગણતરી બદલાઇ ગઇ છે. ૩૨ વર્ષની વયમાં કોઇ વ્યક્તિ એકલી રહી શકે નહી. આપને એક પાર્ટનરની જરૂર હોય છે. તે આ એકલાપણાને લિવ ઇન રિલેશનશીપથી ખતમ કરવા માટે ઇચ્છુક છે. તે કોઇની સાથે એ રીતે રહેવા માંગે છે કે તે સમગ્ર લાઇફ દરમિયાન તેની સાથે રહી શકશે કે કેમ.
શ્રીદેવીની પુત્રીઓ સાથે સંબંધ અંગે પુછવામાં આવતા અર્જુન કપુરે કહ્યુહતુ કે અમે ક્યારેય મળતા નથી અને ક્યારેય સાથે સમય ગાળતા નથી. જેથી અમારી વચ્ચે કોઇ સંબંધ નથી. અર્જુન કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે છે. તે અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુક્યો છે. જેમાં ગુન્ડે, ઇશ્કજાદે , ટુ સ્ટેટનો સમાવેશ થાય છે. બોલિવુડમાં આલિયા સાથે તેના સંબંધની ચર્ચા હમેંશા રહી છે. હાલમાં જ અર્જુન કપુરની હાફગર્લફ્રેન્ડ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. આ લવ સ્ટોરી ફિલ્મ યુવા લોકોને પસંદ પડી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ