Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપન માટે અગાસી જોકોવીકને કોચીંગ આપશે

નોવાક જોકોવીકની નજર ફરી એકવાર નંબર વન તાજ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. આના ભાગરૂપે જ નોવાક જોકોવીકે હવે ફ્રેન્ચ ઓપન માટે મહાન ખેલાડી આન્દ્રે અગાસી પાસેથી મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જોકોવીકે જાહેરાત કરી છે કે ફ્રેન્ચ ઓપનના ભાગરૂપે તેને કોચીંગ આપવામાં આન્દ્રે અગાસી ભૂમિકા ભજવશે. જેની ઉત્સુકતાપૂર્વક ટેનિસ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ રવિવારથી શરૂ થઈ રહી છે. થોડાક સપ્તાહ પહેલા જ ફોન ઉપર આન્દ્રે અગાસી સાથે વાત થઈ હતી અને આન્દ્રે અગાસી કોચીંગ આપવા માટે તૈયાર થઈ ચુક્યો છે. નોવાક જોકોવીક હાલમાં કંગાળ તબક્કામાંથી બહાર નીકળી રહ્યો છે. હાલમાં તેનો દેખાવ નબળો રહ્યો છે અને રેન્કીંગમાંથી પણ ફેંકાઈ ચુક્યો છે. રોમમાં હાલમાં જ રમાયેલી ફ્રેન્ચ ઓપન પહેલાની રોમ ચેમ્પિયનશીપમાં જર્મનીના એલેકઝાન્ડરે ચાર વખતના ચેમ્પિયન જોકોવિક ઉપર સીધા સેટોમાં ૬-૪, ૬-૩થી જીત મેળવી હતી. આની સાથે જ એલેકઝાન્ડરે ફ્રેન્ચ ઓપનમાં ખતરનાક ખેલાડી તરીકે ઉભરી આવવાનો સંકેત આપી દીધો છે. ૩૦ વર્ષની વયમાં પ્રવેશ કરેલા જોકોવીકે અગાઉ આ ચેમ્પિયનશીપમાં જોરદાર દેખાવ કર્યો છે. બીજી બાજુ નોવાક જોકોવીકને અનેક ટોચના ખેલાડીઓ કોચીંગ આપી ચુક્યા છે. જેમાં બોરીસ બેકર, સ્ટીફન એડબર્ગ, મોરેસ્મો, માઈક ચાંગ, ગોરાન ઈવાનીસેવીકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રાડ ગીલબર્ટ પણ જોકોવીકને કોચીંગમાં મદદ કરી ચુક્યા છે. ઈવીંગ લેન્ડરે પણ થોડાક સમય સુધી કોચીંગમાં તેને મદદરૂપ બન્યો હતો. જોકોવીકની સાથે ૨૦૧૪થી ૨૦૧૬ની સિઝન સુધી બોરીસ બેકર કોચીંગમાં રહ્યો હતો. જેના ભાગરૂપે આ સરબીયાના ખેલાડીને ૧૨ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ પૈકી છમાં જીતવામાં ભૂમિકા ભજવી હતી.

Related posts

मैं और स्टार्क अंतिम एकादश में साथ नहीं खेल सकते : बेहरेनडोर्फ

aapnugujarat

भारत के खिलाफ सीरीज के बाद भविष्य पर फैसला लूंगाः मलिंगा

aapnugujarat

दुती को इस साल नहीं मिलेगा अर्जुन अवॉर्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1