Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ : ભાજપ બંધ દરમિયાન આક્રમક પ્રદર્શનો

પશ્ચિમ બંગાળમાં પોલીસની સાથે અથડામણમાં બે વિદ્યાર્થીઓના મોત થયા બાદ આના વિરોધમાં ભાજપે આજે ૧૨ કલાકના બંધની હાકલ કરી હતી. બંધ દરમિયાન કેટલી જગ્યાએ હિંસા થઇ હતી. તોડફોડ અને આગની ઘટના પણ બની રહી છે. ભાજપના કાર્યકરો દ્વારા ટ્રેનો રોકીને દેખાવો કરવામાં આવ્યા હતા. સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ડ્રાઇવરોને સુરક્ષિત રાખવા માટે કેટલીક જગ્યાએ ડ્રાઇવર હેલ્મેટ પહેરીને બસ ચલાવતા નજરે પડ્યા હતા. જો કે, ભાજપે નિર્ધારિત ૧૨ કલાકના બંધને બે કલાક પહેલા જ પરત ખેંચી લેવાની મોડેથી જાહેરાત કરી હતી.સવારે છ વાગે બંધની શરૂઆત થઇ હતી. ૨૦ સપ્ટેમ્બરના દિવસે ઉત્તર દિનાજપુર જિલ્લામાં ઇસ્લામપુર વિસ્તારમાં બે ઉર્દૂ શિક્ષકોની નિમણૂંકને લઇને અથડામણનો દોર શરૂ થયો હતો જેમાં બે વિદ્યાર્થીઓની હત્યા કરી દેવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી હતી. ભાજપના રાજ્ય પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે, બંધને સંપૂર્ણ સફળતા મળી છે જેથી અમે નિર્ધારિત સમય કરતા બે કલાક પહેલા બંધને પરત ખેંચી રહ્યા છીએ. બંધમાં જુદા જુદા સમુદાયના લોકો જોડાયા હતા. ટીએમસી દ્વારા અડચણો ઉભી કરવાના પ્રયાસો કરાયા હતા. ભાજપના નિર્દોષ કાર્યકરો પર અત્યાચાર ગુજારવાના પ્રયાસ કરાયા હતા. બંધ દરમિયાન સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. ઉત્તરીય દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુરમાં પોલીસની સાથે અથડામણમાં બે વિદ્યાર્થીઓના મોત થયા બાદ સ્થિતી વણસી ગઇ છે. બે વિદ્યાર્થીઓના મોત બાદ આની સામે બંધની હાકલ કરવામાં આવી હતી. હાવડા વર્ધમાન વિસ્તારોમાં મેન લાઇન પર દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. બંધને ધ્યાનમાં લઇને તમામ વિસ્તારોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં સરકારી બસના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.પોતાને બચાવવા માટે કેટલાક વિસ્તારોમાં ડ્રાવરો હેલ્મેટ પહેરીને બસ ચલાવતા નજરે પડ્યા હતા. મિદનાપુરમાં દેખાવકારોએ સરકારી બસમાં તોડફોડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને તૃણમુળ કોંગ્રેસ વચ્ચે ઘમસાણ જારી છે.ભાજપે તેની સ્થિતી બંગાળમાં ખુબ મજબુત કરી લીધી છે. આગામી દિવસોમાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ચોક્કસપણે ભાજપ વધારે મજબુતી સાથે મેદાનમાં આવનાર છે. કોંગ્રેસ અને સીપીઆઇ દ્વારા પણ વિદ્યાર્થીઓના મોતને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જો કે બંધનુ સમર્થન કર્યુ નથી. રાજ્યમાં ધ્રુવીકરણની સ્થિતી સર્જવાના આરોપો બનંને પાર્ટી કરી રહી છે.

Related posts

હિઝબુલે શ્રીનગરમાં મિટિંગ યોજી

aapnugujarat

મધ્યપ્રદેશમાં ખેડૂતોએ એએસઆઇની આંખ ફોડી નાંખી :૧૧ પોલીસ જખમી

aapnugujarat

सीधी नियुक्ति की योजना से एससी-ओबीसी आरक्षण खत्म हो जाएगा : सुरजेवाला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1