Aapnu Gujarat
ગુજરાત

હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે જન્માષ્ટમી મહોત્સવની થનાર ઉજવણી

હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 03 સપ્ટેમ્બર, 2018 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી કરી રહ્યું છે. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાવશે.

સર્વ ભક્તોને ઉત્સવમાં પધારવા સ્વામીજીનું આમંત્રણ

હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસા જન્માષ્ટમી ઉત્સવની ભવ્યતા સમજાવતા જણાવે છે કે જન્માષ્ટમી તે આશરે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણની મથુરાની પવિત્રભૂમિ પર દિવ્યપ્રાગ્ટયની ઉજવણી છે. જન્માષ્ટમી ઉતસ્વ દરેક કૃષ્ણભક્તો માટે બહૂ જ આનંદમય પ્રંસગ હોય છે અને  તે સંપૂર્ણ વિશ્વમાં ઘણા જ ઉત્સાહભેર અને ઠાઠમાઠતી ઉજવાય છે. હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે અમો તા. 03 સપ્ટેમ્બર ના રોજ જન્માષ્ટમી અને તા. 04 સપ્ટેમ્બરના રોજ નંદોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ.

ઉત્સવમાં આશરે 1 લાખ દર્શનાથીઓને ધ્યાનમાં રાખી ખૂજ વિશાળપાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ને મંદિર આખો દિવસ કોઈપણ જાતના વિરામ વગર દર્શન માટે ખુલ્લું રહેશે. ભગવાનના દર્શન મહામંગલા આરતી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઘડી બાદ રાત્રે 1.00 વાગે બંધ થશે. આખા દિવસ દરમ્યાન જાણીતા ભજન ગાયકો દ્રારા સુંદર ભજન ગાવવામાં આવશે. સર્વે ભક્તો આ દિવ્યમય સંગીતનો લાભ લઈ શકશે જે તેમના ઉત્સવના આનંદમાં વધારો કરશે. હિંડોળા સેવાનું આખા દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે જેને મુલાકાત લેનાર સર્વે ભક્તો ભગવાનને ઝૂલવવાનો લહાવો લઈ શકશે.

આ માટે ખૂજ બ મોટા પાયે પ્રસાદમ, પાર્કીંગ અને જનરલ સુવિધાઓની અમોએ વ્યવસ્થા કરી છે. ઉપરાંત ખાસ કાળજી માંગી લેતા લોકો અને ઘરડા લોકો માટે વ્હીલ ચેઅર, સહજ રીતે દર્શન કરવા માટેના પ્રવેશ વિગેરેની વ્યવસ્થા કરી છે.

 

સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગત

કૃષ્ણલીલા વિષ્યવસ્તુ નૃત્ય પેશગી –  “એન યુવનીંગ – કૃષ્ણલીલા” નું ખ્યાતનામ નૃત્યકાર શ્રીમતી મલ્લિકા સારાભાઈ

દિગ્દર્શિત નૃત્યશૈલીનું દર્પણ ગ્રૂપ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્રારા નિરૂપણ રાત્રીના 10.30 વાગ્યાથી

કૃષ્ણ ભજન – શ્રી સૌમીલ, આરતી મુનશી અને શ્યામલ મુનશી દ્રારા ભજન સંગીત કાર્યક્રમ રાત્રીના 8.30 વાગ્યાથી. ઉપરાંત મંદિરમાં ઉત્સવ દરમ્યાન કૃષ્ણ ભજનનું ગાન વિવિધ કલાકરો દ્રારા સવારના 9.00 થી મધ્યરાત્રીના 12.00 સુધી કરવામાં આવેલ છે.

 તા. 03 સપ્ટેમ્બર, 2018 જન્માષ્ટમીના રોજ યોજાનાર કાર્યક્રમની વિશેષતાઓ

  • હરેકૃષ્ણ મંદિર ખાતે ઉત્સવ દરમ્યાન આશરે એક લાખથી પણ વધુ આવનાર ભકતો અને માનવમેદની માટે બહોળા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક લોકોને શ્રીકૃષ્ણ પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ હરેકૃષ્ણ મંદિર-ભાડજ દ્રારા ફરાળી પ્રસાદની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • દર્શન આવનાર લોકો માટે દિવ્યમય અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે લાઈનની વ્યવસ્થા
  • દર્શનાથે આવતા લોકોની અનુકૂળતા ખાતર મંદિર પરિસરમાં શટલ સર્વિસીસની વ્યવસ્થા કરલે છે. ઘરડા અને શારિરીક રીતે નબળા લોકોને મંદિરના પ્રાંગણ થી પરિસર સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાતં દર્શનાર્થીઓને મંદિર પરિસરમાં વરસાદનું વિધ્ન ન નડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મંદિર આવતા ભકતો અને જનસમુદાયની મુલાકાત યાદગર અને અનુપમ બની રહે તે માટે આશરે 500 કરતા પણ વધુ સ્વયંસેવકો બુડ-ચંપલ સ્ટેન્ડ, દર્શન માટેની લાઈન વ્યવસ્થા, પ્રસાદ કાઉન્ટર્સ વિગેરે જેવી વિવિધ પ્રકારની સેવાઓ આપી રહ્યા છીએ. શારિરીક રીતે નબળા અને ઘરડા લોકો માટે વ્હીલ ચેઅરની સુવિધા સ્વયંમસેવકો પૂરી પાડશે.
  • હરેકૃષ્ણ મંદિર દ્રારા 15,000 જેટલા લાડુ ઉપરાંત, પ્રસાદઘરની દૂધ, વિવિધ જાતની મીઠાઈ અને પકવાન

વિગેરે 108 વિશેષ પકવાન અને વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરીને ભકતોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

  • વિશેષ જન્માષ્ટમી અંલકાર : જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રી શ્રી રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવાશે. ભગવાનશ્રીને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવન થી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવશે. ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવશે. આ માટેની તૈયારી સતત 2 મહીના પહેલાથી કરવામાં આવે છે.
  • ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન લીલાઓ, લિટલ ક્રિષ્ના નામનો એનિમેશન શો દર્શાવાશે.
  • જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્યનામનું 10 લાખ વખત રટણ કરવામાં આવશે અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવશે જે લોકોની શાંતિ અને સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે
  • કૃષ્ણલીલાનું પ્રદર્શન તેમજ ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળા (ઝૂલન) સેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
  • સ્વર્ણ રથ

જન્માષ્ટમી ઉતસ્વ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટરીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સવારે 11.00 વાગે  સવારી કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રી ની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવશે. આજ રીતે સમીસાંજે પણ ભગવાનશ્રી ની પ્રતિમાને સ્વર્ણરથમાં સવારી કરાવવામાં આવશે. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવશે. સ્વર્ણરથ ઉત્સવ એ ગુજરાતનાં મંદિરોમાં થતી વિશિષ્ટ ઉજવણીઓમાં ની એક ઉજવણી છે.

  • મહાઅભિષેક : આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવશે. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનને અભિષેક કરવામાં આવશે.
  • જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનશ્રીની ભવ્ય મહામંગલા આરતી કરવામાં આવશે.
  • તા. 04 સપ્ટેમ્બર, 2018ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજાનું ઉજવણી કરવામાં આવનાર છે. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.
  • આ જન્માષ્ટમી ઉત્સવમાં હેરિટેઝ ફેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. હરિટેઝ ફેસ્ટ હરે કૃષ્ણ મુવમેન્ટ દ્રારા વાર્ષિક ઉજવાતો ઉત્કૃષ્ઠ સાંસ્કૃતિક સભર કાર્યક્રમ છે જે આ ટેકનોલોજીના યુગને કારણે વિભાજીત થયેલ સમાજને સંસ્કૃતિ સાથે સેતુ બાંધવાનો પ્રયાસ કરે છે, તરુણોને અપરાધવૃતિ પ્રત્યે સભાન બનાવે છે અને બાળકોમાં સારી વૃતિ ધરાવતી જીવનશૈલી પર ભાર મૂકે છે. આ કાર્યક્રમ તેઓને 35 જેટલી સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લેવાની અનન્ય તક પૂરી પાડે છે. જેમકે શાસ્ત્રીય નૃત્ય, કલરીંગ, ડ્રામા, નૃત્ય નાટક, ગીતાનું ગાન, ગીતા શ્લોકનું રટણ, વૈદિક પ્રશ્નોત્તરી, સંગીત સ્પર્ધા અને આવી ઘણી બધી સ્પર્ધાઓ. હેરિટેઝ ફેસ્ટનું આયોજન તા. 7 સપ્ટેમ્બર થી લઈને 9 સપ્ટેમ્બર,2018 સુધી લાયન્સ હોલ, મીઠાખળી ચાર રસ્તા,એલીસબ્રીજ, અમદાવાદ ખાતે યોજવામાં આવનાર છે. સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા કે સ્પર્ધાને લગતી કોઈ માહિતીની જાણકારી માટે હરેકૃષ્ણ મંદિર-ભાડજમાં સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ( સોમવાર થી શુક્રવાર દરમ્યાન) મોબાઈલ નં 9714000156 અને 9714733229 ઉપર સંપર્ક કરશો.
  • કાર્યક્રમની વિગત

    તારીખ અને વાર –સોમવાર, તા. 03 સપ્ટેમ્બર, 2018 તથા મંગળવાર 04 સપ્ટેમ્બર, 2018

    સ્થળ            – હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સસીટી પાસે, ભાડજ ગામ, અમદાવાદ.

    દર્શનનો સમય –  03 સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 થી રાત્રીના 12.00 સુધી અને

    04 સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 થી રાત્રીના 9.00 સુધી

 

 

જન્માષ્ટમી કાર્યક્રમમાં માનનીય કેબીનેટ મીનીસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બિજલબેન પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ ખાસ મહેમાન તરીકે હાજર રહી કાર્યક્રમની શોભામાં વધારો કરશે.

Related posts

ગુજરાતમાં રોજ બે મહિલા ઉપર રેપ થાય છે : હેવાલ

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૫ મોત : મૃતાંક ૩૬૯

aapnugujarat

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઈએલર્ટ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1