Aapnu Gujarat
રમતગમત

રવિ શાસ્ત્રી અહંકારી છે : સંદીપ પાટિલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સિલેક્શન કમિટીના પૂર્વ ચીફ સંદીપ પાટીલે હાલના ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ પાસે કોઈ કોચ નહોતા, ના ટ્રેનર હતા, ના ફિઝિયો જેવો સપોર્ટ સ્ટાફ હતો. તો પણ ૧૯૭૧મા અમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ જીતી. ૧૯૮૨મા વર્લ્ડ કપ જીત્યો અને ૧૯૮૬મા પણ ઇંગ્લેન્ડમાં સીરિઝ જીતી. જેવું કે કહેવાય છે કે, તમારે સમય સાથે બદલાવું પડે છે. તેમણે રવિ શાસ્ત્રી વિશે જણાવ્યું હતું કે, રવિ શાસ્ત્રીની પહેલા દિવસથી જે વાત મને સારી લાગે છે, તે તેમનો પોતાના પર અપાર વિશ્વાસ છે. તે ક્યારેય હાર ન માનનારા વ્યક્તિ છે, પરંતુ તેમની જે વાત મને પસંદ નથી તે છે તેમનો ઘણી વખત જોવા મળતો અહંકાર. પરંતુ આ સત્ય પણ છે કે આજના આ પ્રોફેશનલ સમયમાં લોકો પાસે બીજાને ખુશ કરવાની તક ક્યા હોય છે.રવિ શાસ્ત્રી હંમેશાં પોતાના કામ પર ફોકસ રાખનારા અને સતત વિચારતા રહેલા ક્રિકેટર રહ્યા છે. એટલે જ બેટ અને બોલની પોતાની સીમિત ક્ષમતાથી તેઓ ૧૯૮૪મા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ ક્યારે આકર્ષક ખેલાડી નથી રહ્યા, પરંતુ તેઓ ટીમ માટે કારગર ખેલાડી જરૂર રહ્યા છે અને એ જ છેલ્લે ધ્યાનમાં લેવામાં આવે છે.

Related posts

સિડની ટેસ્ટમાં ભારતની જીત આડે વરસાદ વિલન

aapnugujarat

સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

aapnugujarat

Shahid Afridi को हुआ कोरोना वायरस

editor

Leave a Comment

UA-96247877-1