Aapnu Gujarat
Uncategorized

ડારી ગામનાં દલિત ખેડૂતને પારણા કરાવાયાં

વેરાવળ તાલુકાના ડારી ગામના દલિતો સમાજના ખેડુતોએ ખેતી લાયક જમીન ફાળવવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે જેના ભાગરૂપે આજે આંદોલનકારી અને યુવા એડવોકેટ કરશનભાઇ રાઠોડ અને જીલ્લાનાં આગેવાનો પ્રવિણભાઈ આમહેડા તેમજ અન્ય આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે જમીનનું સર્વ કરી આપવાનો પરિપત્ર મામલતદાર કચેરીએ આપી અને જાણ કરેલ જ્યારે કલાકની અંદર જ મામલતદાર આંબલીયા અને કચેરીના અધિકારીઓ દ્વારા છાવણીની મુલાકાત લઈ અને આંદોલનકારી કરશનભાઇ રાઠોડ ને સાત દિવસમાં ઉચ્ચ સરકારમાં કાર્યવાહીની ખાતરી આપતા ડારી ગામના ખેતમજૂરે પારણા કર્યા હતાં જેમાં પ્રવિણ આમહેડા, ગીરીશભાઇ ભજગોતર, બચુભાઈ રાઠોડ, ભીમાભાઇ આમહેડા, સામતભાઇ ભજગોતર સહિતના આગેવાનોએ ઉપસ્થિત ખેતમજૂરને લીંબુ સરબત પાઇ તેમને પારણા કર્યા હતા

Related posts

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન

editor

ઇવીએમ નિદર્શન વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવા અંગેની નગરજનોને ડેમો આપી પૂરતી સમજણ આપવામાં આવી.

editor

ભાજપની જીત પછી પ્રહલાદ મોદીએ કર્યા દ્વારકાધિશને નમન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1