Aapnu Gujarat
બિઝનેસ

RIL માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે

ઓઇલથી ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે ભારતની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની ટીસીએસને પાછળ છોડીને માર્કેટ મૂડીની દ્રષ્ટિએ સૌથી વધારે મુડી ધરાવતી કંપની બની જવામાં સફળતા મેળવી હતી. એપ્રિલ મહિના બાદ પ્રથમ વખત તેની માર્કેટ મૂડી વધી ગઈ છે. બીએસઈ પાસેથી મળેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, બીએસઈમાં આજે તેના શેરની કિંમત ૧૧૮૫.૮૫ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૭.૫૧ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જ્યારે ટીસીએસના શેરમાં ૦.૧૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેના શેરની કિંમત આજે ૧૯૪૧.૨૫ રૂપિયા પ્રતિશેર બોલાઈ હતી. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૭.૪૩ ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. આરઆઈએલ શેરમાં વધારો થવા માટે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જવાબદાર રહ્યા છે. તેના નેટ પ્રોફિટમાં ૧૮ ટકાનો વધારો થતાં આ આંકડો ૯૪૫૯ કરોડ સુધી પહોંચ્યો છે. ટીસીએસે ત્રિમાસિક ગાળાના રવેન્યુના આંકડા પાંચ અબજ ડોલર રાખ્યા હતા. આરઆઈએલના શેરમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ટીસીએસે ૧૦મી જુલાઈના દિવસે ૨૪ ટકાનો પ્રોફિટ વધારો જાહેર કર્યો હતો જે બે વર્ષમાં સૌથી વધારે છે. બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસ અને નોર્થ અમેરિકન ઓપરેશનના કારણે તેની સ્થિતિ સુધરી રહી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી ટીસીએસના શેરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આરઆઈએલની મૂડી વધી છે. જુલાઈ મહિનામાં હજુ સુધી આરઆઈએલના શેરમાં ૨૧ ટકાનો વધારો થયો છે જ્યારે ટીસીએસના શેરમાં ૪.૫ ટકાનો વધારો થયો છે.

Related posts

विदेशी बाजारों में तेजी से सेंसेक्स-निफ्टी भी बढ़त के साथ बंद हुए

aapnugujarat

Sensex ends with 129.98 points high, Nifty closes at 11910.30

aapnugujarat

5G स्पेक्ट्रम : सभी कंपनियों को मिलेगा ट्रायल का मौका : प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1