Aapnu Gujarat
ગુજરાત

રેપ બનાવોના વિરોધમાં તીવ્ર વિરોધ પ્રદર્શન યથાવત જારી

જમ્મુ કાશ્મીરના કઠુઆ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને સુરતમાં હાલમાં બનેલી બળાત્કારની કમકમાટીભરી ઘટનાને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. લોકોનો આક્રોશ અકબંધ રહ્યો છે. આરોપીઓને કઠોર સજા કરવાની માંગ કરીને આજે પણ લોકોએ જુદા જુદા વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. ધરણા પ્રદર્શન કર્યા હતા. સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. આજે પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. શાહઆલમ વિસ્તારમાં ગેંગરેપના વિરોધમાં પૂતળા બનાવીને દેખાવો કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કઠુઆ, ઉન્નાવ જેવા હાલમાં બનેલા કમકમાટીભર્યા કેસમાં લોકોમાં આક્રોશ યથાવત છે.
દેશના જુદા જુદા ભાગોમાં હાલના દિવસોમાં બળાત્કારના બનેલા બનાવને લઈને નારાજગીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે ગુજરાતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન દોર જારી રહ્યો હતો. અપરાધીઓને અતી કઠોર સજા કરવાની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત અને ગુજરાતના અન્ય ભાગોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને સામાન્ય લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ, ઉત્તર પ્રદેશમાં ઉનાવ, ગુજરાતમાં સુરત જેવા વિસ્તારોમાં હાલમાં બળાત્કારની કમકમાટી ભરી ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ચાંદખેડા, જમાલપુર, ખોખરા, શાહપુર, દરિયાપુુર વિસ્તારોમાં સ્થાનિક લોકોએ દેખાવો કર્યા હતા. રવિવારના દિવસે દરિયાપુરના ઢાંબગણવાડ વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર સામેના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા.

Related posts

ઈડર તાલુકામાંમૃઘણેશ્વર મહાદેવ ત્રિ દિવસીયમેળો ખુલ્લો મૂકાયો

aapnugujarat

વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા

aapnugujarat

ગુજરાતમાં મે-જૂનમાં યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી, ભાજપે તૈયારી શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1