Aapnu Gujarat
ગુજરાત

મુખ્યપ્રધાન પદને લઇને પ્રવર્તી રહેલી ભારે સસ્પેન્સની સ્થિતિ

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની ભલે જીત થઇ હોય પરંતુ હિમાચલમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલની હાર બાદ હવે ભાજપ માટે નવો ચહેરો લાવવાની સમસ્યા સર્જાવવા પામી છે જ્યાં એક તરફ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજકોટમાં ભવ્ય વિજય થયો છે ત્યાં બીજી તરફ હિમાચલમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર એવા પ્રેમકુમાર ધુમલની હાર બાદ હવે પક્ષ નવો ચહેરો લાવી અને સરપ્રાઇઝ આપી શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે, ગુજરાતમાં અને હિમાચલમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે આ અટકળોની વચ્ચે એમ માનવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેનો નિર્ણય વિધાયક દળની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાશે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડી છે. એટલે એમ માનવામાં આવી રહ્યું છે કે, તેમને જ પક્ષ દ્વારા મુખ્યમંત્રી તરીકે ફરી બાગડોર સોંપાઇ શકે છે. આમ છતાં અંતિમ નિર્ણય હાઈકમાન્ડના આદેશ ઉપર લેવામાં આવશે. ગુજરાતમાં ભાજપને ૯૯ બેઠક મળી છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કામગીરી શરૂ કર્યા બાદ ગુજરાતમાં કોઇ મજબૂત વિકલ્પ મળ્યો નથી. વડાપ્રધાને આનંદીબેન ઉપર વિશ્વાસ મુખ્યો હતો પરંતુ તેમના સમયમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. તે પણ પ્રભાવ છોડી શક્યા નથી જેને લઇને ૨૨ વર્ષ બાદ ભાજપને ગુજરાતમાં સૌથી ઓછી બેઠકો સાથે બહુમતિ મળી છે. બીજી તરફ હિમાચલમાં પ્રેમકુમાર ધુમલની હાર બાદ મુખ્યમંત્રીપદ માટે કોને પસંદ કરવા તેની કસ્મોકસમાં હાલ નેતાઓ જોવા મળે છે.

Related posts

શહેરી વિકાસ માટે ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરાઈ

aapnugujarat

ચૂંટણી ખર્ચ માટે ભાજપાનો ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

aapnugujarat

વડોદરા : મંદિરમાંથી મળેલી બાળકીનું કરાયું નામકરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1