Aapnu Gujarat
મનોરંજન

બિગબોસ ૧૧ : કેટરીના અને સલમાનની જોડીએ દર્શકોને ખૂબ મનોરંજન પૂરૂ પાડ્યું

બિગબોસની સીઝન ૧૧ના વિકેન્ડ કા વાર એપિસોડને સ્પેશિયલ બનાવવા માટે કેટરિના કૈફ બિગ બોસના સેટ પર પહોંચી હતી. આ શો પર કેટરીના અને સલમાને પોતાની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનું બીજું ગીત દિલ દિયાં ગલ્લાં લોન્ચ કર્યું હતું. આ દરમિયાન કેટરીના અને સલમાનની જોડીએ દર્શકોને ખૂબ જ મનોરંજન પૂરૂ પાડ્યું હતું.
બિગ બોસ ૧૧ના મંચ પર એન્ટ્રી કરતાં જ કેટરીના અને સલમાને સ્વેગ સે સ્વાગત સોન્ગ પર ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.લાઇ ડિટેક્ટર ટેસ્ટ દરમિયાન સલમાને કેટરીનાનો ટેસ્ટ લેતાં તેને અનેક રસપ્રદ સવાલો પૂછ્યાં. આ ટેસ્ટમાં સવાલનો જવાબ સાચો હોય તો મશીનની ગ્રીન લાઇટ અને જવાબ ખોટો હોય તો રેડ લાઇટ ઓન થાય છે. ત્યારબાદ કેટરીના સલમાનને લાઇ ડિટેક્ટર મશીનની સીટ પર બેસાડે છે અને પહેલો સવાલ પૂછે છે કે તમે લગ્ન કરશો કે નહી? તેના જવાબમાં સલમાન કહે છે કે મારી લગ્નની ઉંમર નથી રહી. સલમાનના આ જવાબ પર મશીનની રેડ લાઇટ ઓન થાય છે તેથા કેટરીના સલમાનને કહે છે કે તમે હજુ પણ લગ્ન કરી શકો છો.
કેટરીના સલમાનને ફિલ્મોના ક્લાઇમેક્સમાં શર્ટ ઉતારવાનું કારણ પૂછે છે. સલમાને જેનો જવાબ આપતાં સલમાને કહ્યું કે તે ફિલ્મના અંત સુધીમાં થાકી જાય છે એટલા માટે તે શર્ટ ઉતારી દે છે.
સલમાનના આ જવાબ પર મશીનની રેડ લાઇટ ઓન થાય છે. ત્યારબાદ કેટરીનાએ સલમાનને તેનું અસલ કારણ પૂછ્યું તો સલમાને કહ્યું કે જ્યારે મારા સિક્સ પેક એબ્સ અને મસલ્સ બની જાય ત્યારે તે દેખાડવાનું મારૂ મન થાય છે. આમ કરીને હું દુનિયાને દેખાડવા માંગુ છું કે જો થાડી મહેનત કરવામાં આવે તો ૫૦ની ઉંમરમાં પણ સારી બોડી બનાવી શકાય છે.

Related posts

हमें अभिनेताओं के मुकाबले 5 से 10 % ही मिलता है पैसा : तापसी

aapnugujarat

જેનિફર લોપેજની ફેમિલ પ્લાનિંગની હાલમાં કોઇ જ યોજના નથી

aapnugujarat

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1