Aapnu Gujarat
રાષ્ટ્રીય

હાલ અંકુશરેખા પાસે મોટી સંખ્યામાં ત્રાસવાદી એકત્રિત

ભારતીય સેનાના એક ટોપ અધિકારીએ દાવો કર્યો છે કે અંકુશરેખા (એલઓસી)ની નજીક પાકિસ્તાની બાજુએ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ એકત્રિત થયા છે. આ તમામ ત્રાસવાદીઓ તક મળતાની સાથે જ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. બીજી બાજુ હથિયારો સાથે સજ્જ ત્રાસવાદીઓની ઘુસણખોરીની યોજનાને નિષ્ફળ બનાવી દેવા માટે સેના સજ્જ છે. અધિકારીએ કહ્યુ છે કે ત્રાસવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરીને મોટાપાયે આતંક મચાવવાની યોજના ધરાવે છે. ૧૬મી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ(જીઓસી) સરનજીત સિંહે કહ્યુ છે કે લોન્ચિંગ પૈડ પર મોટી સંખ્યામાં લોકો ભારતીય બાજુમાં ઘુસણખોરી કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. ભારતીય સેના સંપૂર્ણ પણે એલર્ટ છે. ત્રાસવાદીઓ હાલમાં લડાયક મુડમાં છે. હાલમાં ભારતીય સેનાએ ત્રાસવાદીઓ સામે જોરદાર કાર્યવાહી જારી રાખી છે. ત્રાસવાદીઓને પાકિસ્તાનની સહાય અંગે પુછવામાં આવતા લેફ્ટી. જનરલ સિંહે કહ્યુ હતુ કે આ બાબત તમામ લોકો સારી રીતે જાણે છે કે પડોશી દેશ શસ્ત્ર આપીને ત્રાસવાદીઓને મદદ કરે છે. બુધવારનમા દિવસે જ સેનાએજમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક કેરન સેક્ટરમાં ત્રાસવાદીઓની ઘુસણખોરીની મોટી યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. જેમાં એક ત્રાસવાદી ઠાર પણ થયો હતો. સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં હજુ સુધી વ્યાપક ઓપરેશન હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં આના કારણે સુધારો થયો છે. સમાજમાં ખોટી ધારણાઓને દૂર કરવા અને મંત્રણા માટે ખાસ પ્રતિનિધિની નિમણૂંક કરવાનો મતલબ એ નથી કે સરકાર ત્રાસવાદીઓ સામે હળવું વલણ અપનાવશે. જમ્મુ કાશ્મીરમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે ત્રાસવાદીઓ સામે કઠોર પગલા જારી રહેશે. ત્રાસવાદીઓ સામે વધુ કઠોર પગલા લેવામાં આવે.

Related posts

દેશની વધતી અર્થવ્યવસ્થા કેટલાક લોકોને નથી પચતી : NIRMALA SITHARAMAN

aapnugujarat

रेलवे में होने वाली भर्ती में 50 फीसदी पदों पर महिलाओं की भर्ती होगी : पीयूष गोयल

aapnugujarat

With the help of India in Mongolia, oil refinery will be ready by the end of 2022 : Pradhan

aapnugujarat

Leave a Comment

UA-96247877-1