Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠકની ચૂંટણી માટે કુલ-૪,૧૩,૪૪૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૭ અંતર્ગત નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારની ચૂંટણી માટે યોજાનારા મતદાનમાં જિલ્લાનાં કુલ- ૬૧૮ મતદાન કેન્દ્રો ખાતે ૨,૧૦,૫૨૬ મતદારો અને ૨,૦૨,૯૧૯ મહિલા મતદારો સહિત કુલ- ૪,૧૩,૪૪૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૨ માં યોજાયેલી ચૂંટણી માટે જિલ્લાનાં ૧,૯૧,૩૩૯ પુરૂષ મતદારો અને ૧,૮૨,૩૪૮ મહિલા મતદારો સહિત કુલ- ૩,૭૩,૬૮૭ મતદારો નોંધાયા હતાં. જેમાં નાંદોદનાં ૨,૦૨,૭૮૭ અને દેડીયાપાડાના ૧,૭૦,૯૦૦ મતદારોની નોંધણીનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં જિલ્લામાં ૫૬૦ મતદાન મથકો ખાતે મતદાન યોજાયું હતું તેવી જ રીતે ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૦૭ માં ૧,૭૭,૩૩૮ પુરૂષ મતદારો અને ૧,૭૨,૪૭૩ મહિલા મતદારો સહિત જિલ્લામાં કુલ- ૩,૪૯,૮૧૧ જેટલા મતદારો નોંધાયા હતા. જેમાં નાંદોદના કુલ- ૧,૫૦,૦૧૫ અને દેડીયાપાડાના કુલ- ૧,૯૯,૭૯૬ મતદારોની નોંધણીનો સમાવેશ થાય છે. આમ, ગત ૨૦૦૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સમયે નોંધાયેલા મતદારો કરતાં હાલની ૨૦૧૭ ની ચૂંટણીમાં એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં જિલ્લામાં વધુ ૬૩,૬૩૪ જેટલા મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

આમ, ગત ૨૦૧૨ ની વિધાનસભાની ચૂંટણી સાથે સરખામણી કરીએ તો આગામી તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યોજાનારી ઉક્ત બન્ને બેઠકોની ચૂંટણી માટે જિલ્લામાંથી વધુ ૩૯,૭૫૮ મતદારો આ વખતે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં આ વખતની ચૂંટણીમાં ૫૮ જેટલા વધુ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે.

જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ૧૪૮-નાંદોદ વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીમાં સેવા મતદારો સહિત ૧,૧૩,૨૧૯ મતદારો અને ૧,૦૬,૮૧૪ મહિલા મતદારો સહિત કુલ- ૨,૨૦,૦૩૩ મતદારો નાંદોદ બેઠક માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે સેવા મતદારો સહિત ૯૭,૩૦૭ પુરૂષ મતદારો અને ૯૬,૧૦૫ મહિલા મતદારો સહિત કુલ- ૧,૯૩,૪૧૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ઉક્ત બન્ને બેઠકો માટે અનુક્રમે ૨૫ અને ૩૮ મળી કુલ- ૬૩ સેવા મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ગત ૨૦૦૭ અને ૨૦૧૨ ના વર્ષની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં નોંધાયેલા મતદારોની સંખ્યાની હાલમાં નોંધાયેલા મતદારોની સંખ્યા સાથે તુલના કરીએ તો ૨૦૦૭ પછી ૨૦૧૨ માં કુલ- ૩૯,૭૫૮ મતદારોનો વધારો ઉપરાંત હાલમાં ૨૦૧૭ ની ચૂંટણી માટે નોંધાયેલા વધુ મતદારોની સંખ્યા જોઇએ તો છેલ્લા ૧૦ વર્ષમાં નર્મદા જિલ્લામાં કુલ- ૬૩,૬૩૪ જેટલા મતદારોનો વધારો નોંધાવા પામ્યો છે.

ગત ૨૦૧૨ માં યોજાયેલી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં નર્મદા જિલ્લાની ઉક્ત બંને બેઠકો માટે ૧,૫૮,૪૮૦ પુરૂષ મતદારો અને ૧,૪૮,૬૨૨ મહિલા મતદારો સહિત કુલ- ૩,૦૭,૧૦૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું, જેમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ૮૨,૧૬૧ પુરૂષ અને ૭૪,૦૫૮ મહિલા મતદારો સાથે કુલ- ૧,૫૬,૨૫૫ મતદારો તેમજ દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે ૭૬,૩૧૩ પુરૂષ અને ૭૪,૫૬૪ મહિલા મતદારો સાથે કુલ- ૧,૫૦,૮૭૭ મતદારોના મતદાનનો સમાવેશ થાય છે. આમ, ગત ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ૮૨.૮૭ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ૮૨.૮૭ ટકા પુરૂષ મતદાન અને ૮૧.૫૨ ટકા મહિલા મતદાનની ટકાવારી નોંધાતા નર્મદા જિલ્લો પ્રથમ તબક્કામાં સમગ્ર રાજ્યમાં ૩,૦૭,૧૦૨ ના મતદાન સાથે મોખરે રહેવા પામ્યો હતો.

Related posts

मेट्रो रेल प्रोजेक्ट के कारण असर होनेवाले जीवराजपार्क क्षेत्र के असरग्रस्तों का मुआवजा दो दिन में जमा कराने का आदेश

aapnugujarat

BCI પરીક્ષા પાસ ન કરનાર  વકીલો પ્રેકટીસ નહીં કરી શકે

aapnugujarat

હાર્દિક અને લાલજી પટેલને બે વર્ષની જેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1