Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : મેટ્રો પ્રોજેકટ માટે ૯૦૦ વૃક્ષો કપાયા છે

અમદાવાદ શહેરને ગ્રીનસીટી બનાવવાની પ્રથમ નાગરિક એવા મેયર દ્વારા કરવામા આવી હતી આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યારસુધીમા કુલ મળીને ૯૦૦ જેટલા વૃક્ષો મેટ્રો રેલ પ્રોજેકટ માટે કાપી નાંખવામા આવ્યા છે.ડીસેમ્બર માસના અંત સુધીમા કુલ ૨,૨૦૦ જેટલા વૃક્ષો દુર કરાશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,આ વર્ષે ચોમાસાની મોસમની શરૂઆત થઈ એ અગાઉ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ગૌતમ શાહ દ્વારા અમદાવાદ શહેરને ગ્રીનસીટી બનાવવા એકશન પ્લાનની જાહેરાત કરવામા આવી હતી.આ સમયે શહેરના મેયર દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સમગ્ર મોસમમા કુલ મળીને ૧.૫૦ લાખ જેટલા વિવિધ રોપા રોપવા અંગેની જાહેરાત કરવામા આવી હતી.જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે ઓકટોબર માસના અંત સુધીમા ૧.૫૦ લાખ રોપા રોપવાની જાહેરાતની સામે માત્ર ૬૮,૦૦૦ જેટલા જ રોપા રોપી શકાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલના કહેવા પ્રમાણે,આ વર્ષે જુલાઈ માસમા અમદાવાદ શહેરમા પડેલા ભારે વરસાદને પરિણામે પહેલા બે અઠવાડીયામાં જ કુલ મળીને ૩૫૧ જેટલા વૃક્ષો તૂટી પડયા હતા.અમદાવાદ શહેરમા આ વર્ષની શરૂઆતથી  અત્યારસુધીમાં વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૯૦૦ જેટલા વૃક્ષો એક અથવા બીજા કારણોસર તૂટી પડ્યા છે.જેમાં શહેરના રાયપુર દરવાજા બહાર આવેલુ ૭૦ વર્ષ જુનુ એક વડનુ વૃક્ષ હતુ એ પણ મુળમાંથી તૂટી ગયુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી શહેરને હરિયાળુ બનાવવા માટે દર વર્ષે ગ્રીન એકશન પ્લાનની શાસક પક્ષ દ્વારા જાહેરાત કરવામા આવતી હોય છે જેમાં વર્ષ-૨૦૧૬માં કુલ ૧.૨૦ લાખ જેટલા રોપા રોપવાની જાહેરાત કરવામા આવી હતી જે પૈકી મોટાભાગના ઢોર ખાઈ ગયા છે અથવા યોગ્ય સમયે પાણી ન મળવાના કારણે કે જાળવણીના અભાવે સુકાઈ જવા પામ્યા છે. દરમિયાન અમદાવાદ શહેરને ગ્રીનસીટી બનાવવાના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા કયાં અને કેટલા વૃક્ષો આવેલા છે અને કઈ જાતના છે એ અંગેનો એક સર્વે ઉપગ્રહની મદદથી કરવાની અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામા આવી હતી એ સમયે એમ પણ કહેવામા આવ્યુ હતુ કે,આ કામમા ઈસરોની પણ મદદ લેવામા આવશે.પરંતુ ડીરેકટર પાર્કસના કહેવા પ્રમાણે,જીપીએસ સિસ્ટમથી શહેરમા આવેલા વૃક્ષોની ગણતરી કરવી શકય બને એમ ન હોવાના કારણે પાછળથી આ પ્રોજેકટને પડતો મુકવામા આવ્યો હતો.

 

Related posts

દલિત પરિવારની દુખદ ઘટના બાદ પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં સીટની રચના થઈ

aapnugujarat

રાજ્યમાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા નિર્ણય

aapnugujarat

સુરતમાં ૪ ઉમેદવારોના નામ બદલી કરાતા, કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1