Aapnu Gujarat
મનોરંજન

કમાણીમાં ગોલમાલ બની ગઈ માલામાલ, બ્લોક બસ્ટર હિટ ફિલ્મોમાં થયો સમાવેશ

જો તમે બાહુબલી ધ કન્કલૂઝનની હિંદી ડબ વર્ઝનની ૫૧૧ રૂપિયાની કમાણીને ધ્યાને રાખી હોય તો તે ભૂલી જાવ કારણ કે ગોલમાલ અગેઇન આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિંદ ફિલ્મ બની છે. આ ફિલ્મની કમાણી ૧૫૦ કરોડના આંકડાને તો પાર કરી ગઈ હતી પરંતું આ વીકેન્ડમાં પણ ગોલમાલે ઘણો વકરો કર્યો હતો.ફિલ્મે બીજું વીકેન્ડ પૂર્ણ કરતા પહેલા જ દોઢસો કરોડની કમાણી કરી હતી ચ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે રવિવારે ટ્‌વીટ કરીને જણાવ્યુ હતું કે ગોલમાલ સ્લો થવાના મૂડમાં નથી અને તેની કમાણીમાં શનિવારે ૧૦.૬૧ કરોડ ઉમેરાયા હતા.ઉલ્લેખનીય છેકે રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઇઝી ઘણ હિટ રહી છે જેમાં આ વખતે કરીનાને સ્થાને પરિણીતી ચોપરાને લેવામાં આવી હતી કારણ કે કરીના પ્રેગ્નેન્ટ હોવાથી ફિલ્મમાં કામ કરી શકે તેમ નહોતી. આથી આ રોલ પરિણીતીને મળ્યો હતો અને ગોલમાલ અગેઇન ફિલ્મ પરિણીતીની કરિયરની સૌથી હિટ ફિલ્મ બની રહી છે.ગોલમાલ હવે તે બ્લોકબસ્ટર ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે કે દીવાળીમાં ખૂબ વકરો કર્યો હોય આ ફિલ્મોની યાદીમાં એ દિલ હૈ મુશ્કિલ, શિવાય પ્રેમ રતન ધન પાયો. હેપી ન્યૂ યર અને ક્રીશ ૩, જબ તક હૈ જાન, સન ઓફ સરદાર, રા.વન, ગોલમાલ ૩ અને ઓલ ધ બેસ્ટ, ગોલમાલ રિર્ટન્સ તથા ઓમ શાંતિ ઓમનો સમાવેશ થાય છે.

Related posts

ટોટલ ધમાલમાં માધુરી દિક્ષિત નજરે પડશે : રિપોર્ટ

aapnugujarat

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચંકી પાન્ડેની પુત્રી અનન્યા ચમકશે

aapnugujarat

સલમાનની સાથે ફિલ્મને લઇ સોનાક્ષી ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1