Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભા ચુનાવ ૨૦૧૭ : મતદાર જાગૃતિ ઝુંબેશના આયોજન માટે વિચાર મંથન બેઠક યોજાઇ

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારોની સર્વોચ્ચ જાગૃતિ અને સર્વાધિક મતદાનના લક્ષ્યો સિધ્ધ કરવા વિચાર મંથન બેઠક (બ્રેઇન સ્ટોર્મિંગ સેશન) યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્વીપ (sveep) કાર્યક્રમ હેઠળ મતદાનની તારીખ સુધીમાં પ્રત્યેક મતદાતાને સ્પર્શી જાય અને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરે એવા કાર્યક્રમો યોજવાની વ્યૂહરચના વિચારવામાં આવી હતી. તેમણે મતદાનના એક સપ્તાહ અગાઉ વોટે એ થોન સહિત વિવિધ વિધેયાત્મક અને શિક્ષણાત્મક કાર્યક્રમો યોજવા અને પ્રિન્ટ સાથે ડિજીટલ તેમજ સોશિયલ મીડિયા, એફએમ ચેનલ્સ અને ઇલેકટ્રોનીક્સ મીડિયાનો તેના માટે સકારાત્મક અને વિધેયાત્મક વિનિયોગ કરવાનો સંકેત આપ્યો હતો.

આ બેઠકમાં મ.સ.વિશ્વવિદ્યાલય સહિત ઉચ્ચ અને શાળેય શિક્ષણની સંસ્થાઓ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને સામાજિક મંડળો, સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ અને સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર દ્વારા યોજવામાં આવતા તમામ મતદાર જાગૃતિ કાર્યક્રમોને સફળ બનાવવામાં સહયોગ આપવાની સાથે, સ્વમેળે અસરકારક કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી.

મતદાર જાગૃતિ કાર્યક્રમો સંપૂર્ણ નિસ્પક્ષતા, તટસ્થતા અને મતાધિકારનો અનિવાર્યપણે ઉપયોગ કરવા માટે મતદારોને જાગૃત કરવાના એકમેય ધ્યેય સાથે યોજવામાં આવશે એવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે, લોકશાહીમાં પ્રત્યેક વ્યક્તિનો મત, એકેએક મત નિર્ણાયક બને છે. ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે એટલે પર્વની ઉજવણી જેટલો જ ઉત્સાહ મતદાન માટે દાખવવાની જાગૃતિ કેળવાય એ જરૂરી છે. મતાધિકાર એ દેશસેવા અને લોકશાહીના સંરક્ષણનો અધિકાર છે અને આ અધિકારનો ઉપયોગ કરવો એ સહુની ફરજ છે. તેમણે મતદાર જાગૃતિ ઝુંબેશમાં જોડાવા માટેની વિવિધ સંસ્થાઓ/મંડળોની તત્પરતાને બિરદાવતા જણાવ્યુ કે, સામાજીક સહયોગ જ મતદાન માટેની સામુહિક અને સામુદાયિક જાગૃતિ કેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

તેમણે જણાવ્યુ કે, મતદાર યાદીમાં એકવાર નામ નોંધણી કરાવી દીધા પછી નિરાંત અનુભવવી ઠીક નથી. પ્રત્યેક ચૂંટણી પહેલા મતદાર યાદીમાં નોંધાવેલુ નામ યથાવત છે કે નહીં તેની ચકાસણી કરી લેવી પ્રત્યેક મતદાર માટે જરૂરી છે.

Related posts

એઇડ્‌સગ્રસ્ત બાળકી એક દિવસ માટે ઓફિસર બની

aapnugujarat

અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર તવાઇ

aapnugujarat

સાબરમતી જેલની મહિલા કેદીઓને રોજગારી મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1