Aapnu Gujarat
મનોરંજન

ગદર – ૨ બ્લોકબસ્ટર થતા સની દેઓલને મળી નવી ફિલ્મ

ગદર ૨ બ્લોકબસ્ટર સાબિત થયા બાદ લોકોના મનમાં સતત પ્રશ્ન હતા કે સની દેઓલની હવે પછીની ફિલ્મ કઈ હશે. આ સાથે જ સની દેઓલ માટે કેટલીક જૂની ફિલ્મોની સિક્વલની પણ ચર્ચા હતી. પરંતુ તાજેતરના મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર સની દેઓલે તેની આગામી ફિલ્મ તેના જૂના મિત્ર રાજકુમાર સંતોષી સાથે કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ સાથે આમિર ખાનનું પણ કનેક્શન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સનીએ આ પ્રોજેક્ટને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કર્યો છે. કારણ કે સની દેઓલ ગદર ૨ની સફળતાને આગળ વધારવા માંગે છે.
૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષીની અભિનેતા-દિગ્દર્શક જોડીએ ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. પરંતુ ૧૯૯૬માં કેટલાક મતભેદો બાદ બંને અલગ થઈ ગયા હતા. જો કે તેની પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા હતા અને અટકળો લગાવવામાં આવી હતી. પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી. આ વર્ષની શરૂઆતમાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે તે સની દેઓલ સાથે બનાવી રહ્યા છે અને તેઓ ૨૪-૨૫ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે.
ખાસ વાત છે કે સની દેઓલ સ્ટારર રાજકુમાર સંતોષીની આ ફિલ્મ આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ચર્ચા છે કે આમિર થાન અને કરીમ મોરાની આ ફિલ્મ એક સાથે બનાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમિર ખાને સની દેઓલ દ્વારા આયોજિત ગદર ૨ની સક્સેસ પાર્ટીમાં પણ હાજરી આપી હતી.

Related posts

દિશાના હોટ ફોટો પર ટાઇગર ની બહેને કરી આવી કમેન્ટ, લોકોએ કહ્યું થઈ ગયું પેચઅપ

aapnugujarat

रेमो डिसूजा की पत्नी ने सलमान को बताया ‘फरिश्ता’

editor

जैकलिन ‘बागी २’ में ‘एक दो तीन’ का जलवा फिर से दिखाने को तैयार

aapnugujarat
UA-96247877-1