Aapnu Gujarat
ગુજરાત

સરકારી યોજનાનો લાભ લેવા કચેરીના ધક્કા નહીં ખાવા પડે

મોદી સરકાર હવે નાગરિકોને માટે નવી ડિજિટલ સુવિધા લઈને આવી છે. જેમાં ગુજરાત રાજ્યના કુટુંબોને એક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર મળી જશે. સરકારી યોજના માટે અપ્લાય કરવું હોય કે પાત્રતા મેળવવી હોય તો આ આંઠ આંકડાનો ફેમિલિ ડિજિટ નંબર જ કામ લાગશે.
આથી કરીને લાભાર્થી પરિવારો કે તેના સભ્યો જે છે તેમની સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને પરિવારની ઓળખ માટેનું આ એક ડિજિટલ આઈડી પ્રૂફ હશે. તો ચલો આપણે આ ઓળખ પત્રની સુવિધા કેટલી ફાયદાકારક રહેશે એના પર વિગતે નોંધ લઈએ.
નોંધનીય છે કે ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી દરમિયાન મ્ત્નઁએ જનતાને પ્રોમિસ કર્યું હતું કે આ પ્રમાણે ફેમિલી ડિજિટલ આઈડી કાર્ડ અમે પ્રોવાઈડ કરીશું. જોકે અત્યારે તો સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ બિલ રેડી કરાયું છે. જેના થકી ફૂલપ્રૂફ સિસ્ટમ સુવિધા ઊભી કરવા માટેની તૈયારી કરી શકાશે. તમને જણાવી દઈએ કે ભારતમાં ગુજરાત એવું ત્રીજું રાજ્ય હશે જેના પરિવારોને ડિજિટલ આઈડી કાર્ડ મળી જશે.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કેરળ અને હરિયાણા રાજ્યમાં આ સરકારી યોજના લાગૂ કરાઈ છે. જેનાથી લાભાર્થી પરિવારોને ડિજિટલ ફેમિલી આઈડી આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પહેલા તો પરિવાર કોઈ યોજના માટે પોતાનું નામ એડ કરે તો તેમના વેરિફિકેશનમાં ઘણો સમય જતો હતો. જોકે નવી વ્યવસ્થા આવી ગયા પછી પરિવારનો સમગ્ર ડેટા આ આઈડી કાર્ડ થકી ડિજિટલ થઈ જશે. જેથી કરીને એક જ અધિકારી ડિજિટલ માહિતી મેળવીને નિર્ણય લઈ શકે છે કે આમને લાભ મળશે કે નહીં. બીજી બાજુ પરિવારને પણ એ લાભ થશે કે સરકારી કચેરીઓના ધક્કા ઓછા થઈ જશે.
આ પરિવારનું ઓળખ કાર્ડ આવી જશે એટલે ઘણી બધી સુવિધાઓ સરળ થઈ જશે. ઓટોમેટિક તે પરિવારની વિગતો આમા એડ ઓન થતી રહેશે. જેમકે જન્મ-મરણના દાખલા, લગ્ન સહિતની તમામ અપડેટ આમાં એડ કરાવી દેવાતા બીજે ક્યાંય પણ સરકારી યોજનામાં લાભ લેવો હશે તો સરળતાથી મળી જશે. ઉલ્લેખનીય છે કે પહેલા જાતિના દાખલા લેવા માટે કે આવકના પ્રમાણપત્ર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે સરકારી કચેરીઓની લાંબી લાઈનોમાંથી પણ છૂટકારો મળશે અને કુટુંબના જો ડેટામાં કઈ એડ ઓન કે ચેન્જિસ કરાવવા હોય તો પરિવારના સભ્યોની સંમતિ વિના તે શક્ય નહીં થાય. અત્યારે આ પ્રોસેસ લોકસભા ચૂંટણી પૂરી થાય પછી કરાઈ શકે છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ યૂનિક ૮ આંકડાઓનો ફેમિલી આઈડી જે હશે તેમાં સરકારી યોજનાઓ લિન્ક થયેલી હશે. જેથી કરીને આ પરિવારના આઈડી નંબર પરથી જ તેઓ કઈ કઈ યોજનાઓ લેવા માટે પાત્ર છે એની માહિતી સામે આવી જશે. બીજી બાજુ ફેમિલી આઈડી હવે શિષ્યવૃત્તિ, સબસિડી, પેન્શનને લિંક પણ કરી શકે છે.

Related posts

ભારતીય નાવિક સેના યુનિયન દ્વારા અકસ્માત સહિત મુદ્દા ઉપર જાગૃતિ જગાવવા સેમિનાર

aapnugujarat

ચૂંટણી બાદ કોંગી નેતાઓને મેન્ટલમાં ખસેડવા પડી શકે : જીતુ વાઘાણી

aapnugujarat

હાર્દિક પટેલે આપ્યા ભાજપમાં જોડાવાના સંકેત, કહ્યું- તમામ ઓપ્શન ખુલ્લાર્દિક પટેલે આપ્યા ભાજપમાં જોડાવાના સંકેત

aapnugujarat
UA-96247877-1