Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે આપ્યા ભાજપમાં જોડાવાના સંકેત, કહ્યું- તમામ ઓપ્શન ખુલ્લાર્દિક પટેલે આપ્યા ભાજપમાં જોડાવાના સંકેત

ગુજરાત વિધાનસભાની આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસથી છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાવાના પણ સંકેત આપ્યા છે.

હાર્દિક પટેલનું કહેવુ છે કે જે હાલ રાજસ્થાનમાં સચિન પાયલોટનો થયો તેવી જ સ્ક્રિપ્ટ ગુજરાતમાં દોહરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હાર્દિક પટેલે રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દા પર ભાજપની પ્રશંસા પણ કરી હતી. એક ગુજરાતી અખબાર સાથે વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યુ કે- ઓપ્શન હંમેશા હાજર રહે છે. આપણે આપણુ ભવિષ્ય જોવાનું છે. ભાજપની લીડરશિપમાં નિર્ણય લેવાની ક્ષમતા છે.

હાર્દિક પટેલે કહ્યુ કે, ભાજપની લીડરશિપની નિર્ણયશક્તિ જોરદાર છે. હું કોંગ્રેસથી નારાજ છું, માટે નથી કહી રહ્યો. અહી તો વર્ષોથી ચાલી રહ્યુ છે અને કોંગ્રેસી પણ આ જ કહે છે. આ કારણથી કોંગ્રેસને નુકસાન થઇ રહ્યુ છે અને ભાજપ જીતી રહી છે.

હાર્દિક પટેલે ભાજપની લીડરશિપથી પ્રભાવિત વિશે કહ્યુ- હું તેમની સારી વાતને સ્વીકાર કરૂ છુ, તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, રામ મંદિર બનાવી રહ્યા છે હું તેને સ્વીકાર કરૂ છુ અને તેમના પગલાની પ્રશંસા કરૂ છુ. સારૂ કામ થતુ હોય તો તેની પ્રશંસા કરવી જોઇએ. હું સત્તાના મોહમાં આ વાત નથી કહી રહ્યો.

કોંગ્રેસમાં શ્વાસ રુંધાવાની વાત તેમજ ભાજપ વિકલ્પ વિશે પાટીદાર નેતાએ કહ્યુ કે- આ તો સમયની વાત છે, અમારી પાસે અનેક વિકલ્પ છે. મારી ઉંમર માત્ર 28 વર્ષ છે. રાજ્યના લોકો આવતા 40 વર્ષ સુધી નેતૃત્વ કરવાની તક આપશે. હું વિપક્ષમાં જે આંદોલન કરી રહ્યો હતો તે અમારૂ કર્તવ્ય હતુ, પણ ભવિષ્યમાં જ્યારે પણ હું ચૂંટાઇને આવીશ તો ગુજરાતનો વિકાસ જ અમારૂ લક્ષ્ય હશે.

કોંગ્રેસથી નારાજ થવાની વાત પર હાર્દિક પટેલે કહ્યુ કે, નારાજગી જેવી કોઇ વાત નથી. વાત પાર્ટીની ચિંતાની છે અને જનતાની આશા પર ખરા ઉતરવાની છે. માટે જ્યારે કોઇ કેસ હોય તો તેની પર ખુલીને બોલવુ જોઇએ. જ્યારે તમારી વાત DSPના સાંભળે તો સ્વાભાવિક છે તમે SP પાસે જશો.

ગુજરાતમાં પાટીદારોનો પાવર

સૌરાષ્ટ્રના 11 જિલ્લા સિવાય સૂરતમાં પણ પાટીદારોનો વધુ પ્રભાવ છે. ગુજરાતમાં પાટીદારોની સંખ્યા લગભગ 15 ટકા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદારોની સંખ્યા વધારે છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકમાંથી 70 બેઠક પર પાટીદારોનો પ્રભાવ છે.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠક છે અને સરકાર બનાવવા માટે પાર્ટીએ 92 બેઠકની જરૂર હોય છે. 182 બેઠકમાંથી 13 બેઠક અનુસુચિત જાતિ અને 27 બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે.

Related posts

સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

વિજયનગર તાલુકાના માજી સૈનિકોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

કડી શહેરમાં રસ્તાની હાલત બિસ્માર

editor

Leave a Comment

UA-96247877-1