Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓડિશામાં બે બસ સામસામે અથડાતા ૧૦ના મોત

ઓડિશાના ગંજમ જિલ્લાના દિગપહાંડી વિસ્તાર પાસે મોડી રાત્રે બે બસ સામસામે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે જ્યારે ૮ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્ય જ્યોતિ પરિદાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઓડિશામાં રવિવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ઓડિશાના જંગમ જિલ્લાના દિગપહાંડી વિસ્તાર પાસે મોડી રાતે બે બસ સામે સામે અથડાય હતી. જે અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. મુસાફરોથી ભરેલી ઓડિશા રોડવેઝની બસ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં ૮ મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે, જેમને સારવાર માટે બરહામપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે બરહામપુરના એસપી સર્વન વિવેકે મડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં ખાનગી બસના ઘણા મુસાફરોના મોત થયા છે જ્યારે ઘણા ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી ઓડિશા રોડવેઝની બસ રાયગડાથી ભુવનેશ્વર જઈ રહી હતી, જ્યારે ખાનગી બસ બેરહમપુરથી સામાન લઈને પરત ફરી રહી હતી. ઘટના બાદ બસમાં ઘણા મુસાફરો ફસાયા હતા, જેમને પોલીસ અને ફાયર સર્વિસના જવાનોએ બહાર કાઢ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બંને બસ વચ્ચે સામસામે ટક્કર થવા પાછળનું કારણ શું હતું. આ મામલે માહિતી આપતાં ગંજમના ડીએમ દિવ્યા જ્યોતિ પરિદાએ જણાવ્યું હતું કે, “બે બસો અથડાયા, જેમાં ૧૦ લોકોના મોત થયા. ઘાયલોને તાત્કાલિક સ્દ્ભઝ્રય્ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. કેસની તપાસ ચાલી રહી છે. “અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે.” આ ઘટનાને લઈને ઓડિશા સરકાર દ્વારા ઘાયલોને ૩ લાખ રુપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી સરકાર તરફથી મૃત્યુને લઈને વળતરના કોઈ સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Related posts

નામદાર અને સગા સંબંધી અંગે લોકો જાણે છે : મોદી

aapnugujarat

પ્રધાન સેવક તરીકે હું દેશવાસીઓની સંવેદનામાં સહભાગી છું : મોદી

editor

पाक ने नहीं स्वीकारी भारत की मिठाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1