Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં ગરમી-લૂથી ૨૦૦થી વધુ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી ૨૦૦ લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપના કારણે હવે સ્થિતિ વધારે બગડી ન જાય એના માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભારત દેશમાં અત્યારે વિવિધ રાજ્યોમાં વાતવરણ સતત પલટાઈ રહ્યું છે. રાજસ્થાનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ – બિહારમાં લૂ લાગવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
યુપીના બલિયામાં લૂ લાગવાને કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. વિગતો પ્રમાણે જોઈએ તો અહીં લગભગ ૨૦૦ લોકોના મોત નીપજ્યા છે. બલિયા જિલ્લાની જ વાત કરીએ તો અહીં ૯ દિવસમાં ૧૨૮ લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી અને લૂ લાગવાને કારણે ઘણા જિલ્લાઓમાં સ્થિતિ કફોડી બની ગઈ છે. અહીં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. બલિયામાં લૂ લાગવાને કારણે છેલ્લા ૯ દિવસોમાં ૧૨૮ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યારે આ આંકડો પ્રતાપગઢમાં ૧૮ સુધી પહોંચી ગયો છે. વળી વારાણસીમાં પણ અત્યારસુધી ૭ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બલિયામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે અત્યારે તેની પાછળનું કારણ શોધવા માટે સ્વાસ્થ્ય વિભાગે તજવીજ શરૂ કરી દીધી છે. સર્ચ ટીમના રિપોર્ટના આધારે કાર્યવાહી થઈ શકે એવી ચર્ચા પણ થઈ રહી છે.
બલિયામાં ભીષણ ગરમી અને લૂ લાગવાથી છેલ્લા ૪ દિવસોની અંદર ૫૪ લોકોના મોત થયા છે. જોકે આરોગ્ય અધિકારીએ રવિવારે દાવો કર્યો છે કે જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે અત્યારસુધી માત્ર ૨ લોકોના મોત થયા છે. વળી બલિયાના પરિવહન મંત્રીએ કહ્યું કે ગરમીના સમયગાળામાં અહીં મૃત્યુઆંક વધતો આવે છે. અત્યારે ગરમીના કારણે સ્થિતિ વણસે નહીં એના માટે ૨ સભ્યોની ટીમે રવિવારે તપાસ શરૂ કરી દીધી છે.
બલિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો.જયંત કુમારે દાવો કર્યો છે કે બલિયા જિલ્લામાં હિટ સ્ટ્રોકના કારણે અત્યારસુધી માત્ર ૨ લોકોના મોત થયા છે. તેમણે દાવો કરતા કહ્યું કે જિલ્લા હોસ્પિટલની તપાસ દરમિયાન સામે આવ્યું કે ૪૦ ટકા લોકોનું તાવ તથા ૬૦ ટકા લોકોને અન્ય કારણોસર મૃત્યુ થયું છે. નોંધનીય છે કે અત્યારસુધી ૨ લોકોના મોત જ હિટસ્ટ્રોકથી થયાનો દાવો તે લોકો કરી રહ્યા છે.

Related posts

મોદી સામે પાયાવિહોણા આક્ષેપ કરતા લોકોને જનતા ૨૦૧૯માં પાઠ ભણાવશે : નક્વી

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને લઇ કોંગ્રેસ પર ભાજપના પ્રહારો

aapnugujarat

Major fire broke out in factory of Delhi’s Jhilmil area, 3 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1