Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન બોલીવુડનું જાણીતું નામ છે. તો મુકેશ અંબાણીનો પરિવાર પણ દેશના સૌથી ધનિકોમાં સામેલ છે. આ સેલિબ્રિટીશની સિક્યોરિટી પણ પાવરફૂલ રહેતી હોય છે. તેમ છતાં પણ તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી રહેતી હોય છે. આ દરમિયાન એવા રિપોર્ટ સામે આવ્યા છે કે મુંબઈ પોલીસને એક અજાણ્યો ફોન આવ્યો હતો અને આ ત્રણેય પરિવારના બંગલા પર બોમ્બથી અટેક કરવાની વાત કરવામાં આવી હતી. આ ફોન કોલ બાદ મુંબઈ પોલીસ પણ દોડતી થઈ છે અને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ કંટ્રોલ રુમમાં એક્ટર અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને બિઝનેસમેન મુકેશ અંબાણીના બંગલાને બોમ્બથી ઉડાડી દેવાનો દાવો કરતો એક ફોન આવ્યો હતો. આ ફોન મુંબઈની પાસે આવેલા પાલઘરના શિવાજી નગરમાંથી આવ્યો હતો. ત્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, 112 હેલ્પલાઈન પર ફોન આવ્યો હતો, જેનો કંટ્રોલ રુમ નાગપુર શહેરના લકડગંજ વિસ્તારમાં છે. કોલ રિસીવ કરનારા પોલીસ અધિકારીએ બે યુવકોને ચર્ચા કરતા પણ સાંભળ્યા હતા કે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના બંગલાને ઉડાડવા માટે 25 લોકો મુંબઈ આવ્યા છે. તો અધિકારીએ જણાવ્યું કે, આ ફોન કોલ બાદ મુંબઈ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે અને પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે.

મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર્સમાંના એક છે. જેઓ અત્યાર સુધીમાં અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તો તેમના સાથે કામ કરવાની વાત કરવામાં આવે તો 1975માં આવેલી શોલેમાં બંનેએ સાથે કામ કર્યુ હતુ અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફેન્સને આજે પણ જય અને વીરુની જોડી પસંદ છે. તો અંબાણી ફેમિલીની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ કોર્ટે તેમને ઝેડ પ્લસ સિક્યોરિટા આપવાની વાત કરી છે.

Related posts

4 Rajya Sabha members quits TDP joins BJP

aapnugujarat

નામ, સરનામું અને જન્મતિથિનાં પુરાવા માટે આધારકાર્ડ યોગ્ય નથી : અલ્હાબાદ હાઇકોર્ટ

aapnugujarat

સરહદ પર હાઇ-ટેક બોર્ડર સર્વેલન્સ પ્રોજેક્ટ પ્રગતિમાં : બીએસએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1