Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાના સંકેત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે અને તેના કારણે હવે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા જોઈએ તેવી માંગણી ઉઠી છે. તહેવારોની સિઝનમાં મોટી રાહત મળી શકે છે. રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો તેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો હતો અને એક બેરલનો ભાવ ૧૩૯ ડોલરને પાર કરી ગયો હતો. હવે ક્રૂડનો ભાવ ૯૦ ડોલરની નીચે છે ત્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર રૂપિયાનો ઘટાડો કરી શકે છે. ક્રૂડનો ભાવ ઘટવાથી શેરબજારમાં પણ ચમકારો જોવા મળ્યો છે. અમેરિકામાં મંદીની આશંકાના કારણે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે. અમેરિકન ક્રૂડ ઓઈલનો ભાવ ૮૩ ડોલર પ્રતિ બેરલ પર છે. ઓઈલ કંપનીઓએ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશની રાજધાની નવી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૂપિયા ચાલે છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૮૯ ચાલે છે. હાલમાં સૌથી મોઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. જ્યારે સૌથી સસ્તુ પેટ્રોલ પોર્ટ બ્લેરમાં મળે છે જ્યાં તેનો ભાવ ૮૪ રૂપિયાની આસપાસ છે. એક્સપર્ટ્‌સના જણાવ્યા પ્રમાણે હવે ડબલ્યુટીઆઈક્રૂડ ૮૫ ડોલરની આસપાસ પહોંચી ગયું છે. તેના કારણે ભારતીય અર્થતંત્રને ચોક્કસ ફાયદો થશે. સરકાર તહેવારોની સિઝનમાં લોકોને રાહત આપી શકે છે. પેટ્રોલ અને ડીઝલમાં ત્રણથી ચાર રૂપિયાનો ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત મોંઘવારીનો દર પણ પહેલા કરતા કન્ટ્રોલમાં છે અને સાત ટકાથી નીચે છે. તેથી ઇંધણના ભાવ ઘટાડવામાં કંઇ ખોટું નથી. ક્રૂડનો ભાવ ઘટવાના કારણે શેરબજારમાં ચમકારો જોવા મળ્યો છે અને સસ્તા ક્રૂડથી ફાયદો થતો હોય તેવી કંપનીઓના શેરમાં ઝડપી ઉછાળો આવ્યો છે.

Related posts

गृहमंत्री अमित शाह 26 और 27 जून को जम्मू-कश्मीर के दो दिवसीय दौरे पर

aapnugujarat

जेटली की हालत नाजुक, ECMO पर रखा गया

aapnugujarat

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1