Aapnu Gujarat
ગુજરાત

દ્વારકામાં કેજરીવાલે ફરી ખેડૂતો માટે ગેરંટીનો પિટારો ખોલ્યોે

ચૂંટણીના વર્ષમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલ ફરી એકવાર ગુજરાતના મહેમાન બન્યા છે. કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય મુલાકાતને લઈને તેઓ આજે ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા છે. કેજરીવાલને સાંભળવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો અને માછીમારો મુદ્દે વાતચીત કરી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. ૨૦૧૫ પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું. ૧૮ વર્ષ કરતા મોટી ઉંમરના મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપીશું.
કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક ’ગેરંટી’ઓ જાહેર કરી છે, જેમાં દર મહિને ૩૦૦ યુનિટ સુધીની મફત વીજળી, રૂ. ૩,૦૦૦નું બેરોજગારી ભથ્થું, ૧૦ લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે ૧,૦૦૦નું ભથ્થું સામેલ છે.કેજરીવાલે જણાવ્યું હતું કે, ખાણી-પીણી પર ટેક્સ લગાવ્યા બાદ હવે તો તેઓ ગરબામાં પણ ટેક્સ લગાવી દીધો. અંગ્રેજોએ પણ ક્યારેય ખાણી-પીણી પર ક્યારેય ટેક્સ નહોતો નાખ્યો. ટેક્સના રૂપિયા અરબો કરતા પણ વધુ આવક છે. આ રૂપિયા કરોડપતિ દોસ્તોના કરજો માફ કર્યો. ૧૦ લાખ કરોડનો કરજો માફ કર્યો. કેજરીવાલે જનતાને પુછીને જણાવ્યું કે, ખેડૂતોનો કરજો માફ થવો જોઈએ કે ઉદ્યોગપતિઓનો કરજો માફ કરવો જોઈએ?
તેમણે ઉમેર્યું કે, દિલ્હીમાં પણ ૨૦-૨૦ કરોડ આપી સ્ન્છ ખરીદી કરવા આવ્યા હતા. પરંતુ તેઓ સફળ ન થયા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી કરોડો રૂપિયાના ખર્ચે સ્ન્છની ખરીદી કરી રહ્યા છે. પોલીસનો ગ્રેડ પે ઉપડ્યા બાદ સરકારે જાહેરાત કરવી પડી. અમને દિલ્હીમાં આંગણવાડી વર્કર, હોમગાર્ડ, એરફોર્સ, ૧૦૮ વર્કર સહિતના કર્મચારીઓ લખીને મોકલે છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, ખેડૂતો દેવામાં દબાયા છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે કેજરીવાલે કહ્યું ડબલ એન્જીનવાળી વાળી સરકારમાં બધું બંધ, અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.

Related posts

જમીન ફાળવણી, નાણાં ટ્રાન્સફર કરવાનાં કેસમાં પ્રદિપ શર્મા જેલમાંથી બહાર આવતાં એસીબીએ ઉઠાવ્યાં

aapnugujarat

રાજકોટ શહેરમાં પરિણીતાએ આપઘાત કર્યો

aapnugujarat

ડભોઇ નંદોદી ભાગોળ વિસ્તારમાં ૨.૫ લાખની લૂંટ

editor

Leave a Comment

UA-96247877-1