Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓઈલ કંપનીઓ નુકસાનમાં હોઈ ઈંધણના ભાવ વધવાની શક્યતા

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીના કહેવા પ્રમાણે છૂટક ઈંધણ વેચતી કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાન મામલે સરકાર પાસેથી રાહતની માગણી કરી છે. કોસ્ટ (ખર્ચ)માં વધારો થવા છતાં પણ લગભગ છેલ્લા ૨ મહિનાથી ઈંધણની કિંમતો સ્થિર જાેવા મળી રહી છે. આ કારણે પેટ્રોલિયમ કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાન (અંડર-રિકવરી)ની ફરિયાદ શરૂ કરી દીધી છે. પેટ્રોલ મામલે આ નુકસાન ૧૭.૧ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ મામલે આ નુકસાન ૨૦.૪ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જાેકે, હરદીપ સિંહ પુરીએ કિંમત નિર્ધારણ મુદ્દે કંપનીઓએ ર્નિણય લેવાનો છે તેમ પણ જણાવી દીધું હતું.
એક રિપોર્ટ પ્રમાણે ખાનગી પેટ્રોલિયમ રિફાઈનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલ આયાત કરીને તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદન અમેરિકાને નિકાસ કરીને ઘણો સારો નફો કમાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવાની મનાઈ કરી દીધી હતી. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉર્જાની કિંમતોમાં તેજીના કારણે તેલ અને ગેસ કંપનીઓને જે અત્યાધિક ફાયદો થઈ રહ્યો છે તેના પર ટેક્સ લગાવવા મુદ્દે ર્નિણય લેવા માટે નાણા મંત્રાલય યોગ્ય ઓથોરિટી છે.
પુરીએ જણાવ્યું કે, ‘ઈંધણની કિંમતોની સમીક્ષાનું કામ કંપનીઓ કરે છે. પેટ્રોલિયમ કંપનીઓ ઈંધણની કિંમતોમાં સંશોધન મામલે સલાહ માટે અમારા પાસે નથી આવતી.’ ઘરેલુ પેટ્રોલ પંપો પર ઈંધણ ૮૫ ડોલર પ્રતિ બેરલના ક્રૂડ ઓઈલના માપદંડના આધાર પર વેચાઈ રહ્યું છે. જ્યારે બ્રેંટ ક્રૂડ હાલ ૧૧૩ ડોલર પ્રતિ બેરલ પર છે. આ કારણે કોસ્ટ અને વેચાણ મૂલ્યમાં તફાવત છે જેથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
ઈંધણની કિંમતોમાં વધારો થવા છતાં પણ સાર્વજનિક ક્ષેત્રની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ૈર્ંંઝ્ર), હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (ૐઁઝ્રન્) તથા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (મ્ઁઝ્રન્)એ એપ્રિલ મહિનાથી ઈંધણની કિંમતોમાં વધારો નથી કર્યો. આ સિલસિલો છેલ્લા ૫૭ દિવસોથી ચાલી રહ્યો છે.
ગત મહિને સરકારે પેટ્રોલ ઉપર ૮ રૂપિયા અને ડીઝલ ઉપર ૬ રૂપિયા પ્રતિ લીટરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જાેકે આ કાપનો લાભ ગ્રાહકોને આપવામાં આવ્યો હતો. તેને પેટ્રોલિયમ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈમાં સમાયોજિત નહોતો કરવામાં આવ્યો. પેટ્રોલિયમ મંત્રીએ ખાનગી પેટ્રોલિયમ રિફાઈનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલ આયાત કરીને તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદન અમેરિકાને નિકાસ કરીને ઘણો સારો નફો કમાઈ રહી છે તે નાણા મંત્રાલયનો પ્રશ્ન હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ તેઓ હાલ સસ્તા દરે સુરક્ષિત ઉર્જા પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા પર જાેર આપી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

Related posts

गेंगस्टर अबु सलेम ने मौत का जंगी मसाला स्मगलिंग किया

aapnugujarat

PM’s fifth interaction with Additional Secretaries and Joint Secretaries

aapnugujarat

દાઉદે જબીર મોતીની ધરપકડ કરાવી છે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1