Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ ૮ મહિના લંબાવાયો

૨ વર્ષ પહેલાં એક નિયમ બનાવાયો હતો, જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે ૨ વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો. એના આધારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પણ બે વર્ષમાં સમય ખૂટતો હોય તેવા રાજ્ય પોલીસવડાને એક્સટેન્શન આપવામાં આવ્યાં છે. આમ, હવે તમામ રાજ્યના પોલીસવડાઓને બે વર્ષમાં જેટલો સમય ખૂટતો હશે એ નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે.રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાને વધુ આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ૧૯૮૫ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ ૩૧ મેએ પૂર્ણ થવાનો હતો, જાેકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. આમ, હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસવડા તરીકેની જવાબદારી નિભાવશે. ૩૧ જુલાઈ ૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂૂક કરાઈ હતી. આ અગાઉ આશિષ ભાટિયા સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસવડાપદેથી હટવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સરકારે એ સમયે તેમની આ વાતને નકારી દીધી હતી, પરંતુ હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસવડાની અટકળો પર હાલપૂરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે. આશિષ ભાટિયા અગાઉ મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, તેમની જગ્યા અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પોલીસવડા બનવાનું નિશ્ચિત હતું, પરંતુ હવે તેમને પોલીસવડા બનવામાં સમય લાગશે અને હવે ભાટિયાના વડપણ હેઠળ ૨૦૨૨ની ચૂંટણી પૂરી થાય એમ લાગી રહ્યું છે. આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં, ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, રેલવેના ડીજીપી અને સીઆઈડી ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૮૫ બેચના આઈપીએસ આશિષ ભાટિયા વર્ષ ૨૦૦૧માં પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૧માં પ્રેસિડેન્ટ મેડલ મેળવી ચૂક્યા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમના માસ્ટર ગણવામાં આવે છે. ગુનામાં આરોપીઓની સાતથી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવાની તેમની આગવી ઢબ છે. જ્યારે પણ પૂછપરછ રૂમની બહાર આવે ત્યારે કેસમાં કોઈ નવો જ વળાંક હોય અને કેસ ઉકેલવા તરફ જાય તેવી માહિતી ગુનેગાર પાસેથી મેળવી લે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં પણ તેઓ કુનેહ ધરાવે છે. આશિષ ભાટિયાએ વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટનો કેસ માત્ર ૧૯ દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. ૨૬ જુલાઈ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ થયો હતો, એ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાેઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને એસઆઈટીની આખી ટીમે ભેગા થઈને બલાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યૂલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલી નાખ્યો હતો. ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા. વર્ષ ૨૦૦૮માં જ લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે પણ આખો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાયા હતા. આશિષ ભાટિયા વર્ષ ૨૦૧૬માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. બાદમાં સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના વડા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૮માં બિટકોઈન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં મોટા પોલીસ અધિકારીઓ(જગદીશ પટેલ) અને પૂર્વ ધારાસભ્ય(નલિન કોટડિયા)ની સંડોવણી સામે આવી હતી, જેની તપાસ સીઆઈડી ક્રામને સોંપવામાં આવતાં પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય સહિત તમામ લોકોને ઝડપી આખા બિટકોઈન કૌભાંડનું પગેરું બહાર લાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯માં ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં રેલવેઝના તત્કાલીન વડા આશિષ ભાટિયાએ એક એસઆઈટી બનાવી હતી અને ટીમોએ ગણતરીના દિવસોમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લઈ કેસ ઉકેલ્યો હતો. આ મામલે એસઆઈટીએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.

Related posts

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો

aapnugujarat

રાજયસભાની ચૂંટણી કેસમાં બળવંતસિંઘની રિટ ફગાવવા માંગ કરતી અરજી ફગાવાઇ

aapnugujarat

લોકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1