Aapnu Gujarat
રાષ્ટ્રીય

કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી, સપાના ટેકાથી રાજ્યસભાનું ફોર્મ ભર્યું

દિગ્ગજ નેતા રહેલા કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસના જી-૨૩ ગ્રુપના સભ્ય રહેલા સિબ્બલે ચૂપચાપ કોંગ્રેસ છોડી દીધી. સિબ્બલે પોતે કોંગ્રેસ છોડી દીધી હોવાની જાહેરાત આજે પોતે કરી હતી. સિબ્બલે તો ગાંધી પરિવારને કોંગ્રેસમાંથી હટવા અને નવા નેતૃત્વ માટે માર્ગ ખુલ્લો કરવાની માગ કરી હતી. તેમના આ સ્ટેટમેન્ટ પછી અશોક ગેહલોતે તેમના પર નિશાન સાધ્યું હતું. હવે સિબ્બલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખી અલગ રસ્તો પકડી લીધો છે. જાેકે, તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથેનો ૩૧ વર્ષનો સાથ છોડવો સરળ ન હતું. તેઓ હાલ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. જાેકે, તેઓ ઔપચારિક રીતે સમાજવાદી પાર્ટીમાં જાેડાયા નથી. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તાજેતરમાં જ સિબ્બલની ભારે પ્રશંસા કરી હતી. ત્યારથી અટકળો લગાવાઈ રહી હતી કે, પાર્ટી તેમને રાજ્યસભાની ટિકિટ આપી શકે છે.
કપિલ સિબ્બલે આજે લખનૌમાં રાજ્યસભા ઉમેદવારનું નોમિનેશન ફોર્મ ભર્યા પછી કહ્યું કે, તેમણે ૧૬મેએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ સમાજવાદી પાર્ટીની મદદથી ફરી એકવખત યુપીથી રાજ્યસભા જઈ રહ્યા છે. સિબ્બલે કહ્યું કે, તેઓ કોંગ્રેસ વિશે કંઈ નહીં કહે. તેમણે કહ્યું કે, ‘મેં રાજીનામું આપી દીધું છે તો કોંગ્રેસ માટે કંઈપણ કહેવું યોગ્ય નહીં હોય. ૩૦-૩૧ વર્ષનો સાથ છોડવો એટલો સરળ ન હતો.’ તેમણે કહ્યું કે, ‘અમે વિપક્ષનું ગઠબંધન બનાવવા ઈચ્છીએ છીએ.
સિબ્બલે કહ્યું કે, અમે વિપક્ષમાં રહીને મોદી સરકારનો વિરોધ કરીશું. તેમણે કહ્યું કે, ૨૦૨૪ની ચૂંટણી પહેલા અમે મોદી સરકારની ખામીઓને જનતાની વચ્ચે લઈ જઈશું. અમે જનતા સુધી વિપક્ષની વાત પહોંચાડીશું.
ઉલ્લેખનીય છે કે, સિબ્બલને તાજેતરમાં જ રાજસ્થાનના ઉદેપુરમાં આયોજિત કોંગ્રેસની ચિંતન શિબિરમાં બોલાવાયા હતા. પરંતુ, જી-૨૩ના બાગી રહેલા સિબ્બલ ત્યાં ગયા ન હતા. ત્યારથી જ કહેવાઈ રહ્યું હતું કે, તે પાર્ટી છોડી શકે છે. જી-૨૩ કોંગ્રેસના નેતાઓનું એક જૂથ છે. આ નેતાઓએ ગત વર્ષે પાર્ટીના નેતૃત્વ અને તેની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલ ઉઠાવતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ નેતાઓએ સંગઠનની ચૂંટણી જલદી કરાવવાની માગ કરી હતી. તેમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના ઘણા મોટા દિગ્ગજ નેતા સામેલ છે.

Related posts

भारत ने चीन को दिया कड़ा संदेश- पूरी तरह से हटना पड़ेगा पीछे

editor

મેઘાલયમાંથી અફસ્પા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય

aapnugujarat

સુરક્ષા વચ્ચે પ્રજાસત્તાક દિનની આવતીકાલે ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1